Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવાયા:મહેસાણાના ચિત્રોડીપુરાની પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનો વીડિયો વાઈરલ

    1 day ago

    મહેસાણા તાલુકાની ચિત્રોડીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સરકારી શાળાના પરિસરમાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આટલું જ નહીં, રાત્રિના સમયે સરકારી શાળાના વર્ગખંડોનો ઉપયોગ કરીને ખાનગી શિક્ષકો દ્વારા બાળકો દીઠ 400 રૂપિયાની ફી વસૂલી ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતા હોવાનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. શાળામાં શિક્ષણના બદલે શૌચાલયની સફાઈનો વીડિયો વાઈરલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયા છે તે મહેસાણાનાી ચિત્રોડીપુરાની સરકારી શાળાના હોવાનું અનુમાન છે. વાઈરલ વીડિયોમાં શાળામાં અભ્યાસ કરતા આવતા નાના બાળકો પાસે શાળના શૌચાલયની સફાઈ કરાવવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે, આ મામલે શાળાના આચાર્યા પ્રજ્ઞાબેને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે વાયરલ થયેલા વીડિયો તેમના સમયના નથી. શાળામાં રાત્રિના સમયે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનો વીડિયો શૌચાલયની સફાઈ ઉપરાંત શાળાના ક્લાસરૂમમાં જ એક શિક્ષક દ્વારા વિદ્યાર્થી દિઠ 400 રૂપિયાની ફી લઈ ટ્યુશન કલાસ ચલાવતા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો બીજી તરફ આ મામલે વીડિયો વાયરલ થતાં જ મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાની સત્યતા તપાસવા અને કસૂરવારો સામે કડક પગલાં લેવા માટે નાયબ ડીપીઈઓ ને જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જો આક્ષેપો સાચા ઠરશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બિનઅનામત વર્ગના પ્રશ્નો મુદ્દે પાટીદાર નેતાની CMને રજૂઆત:દિનેશ બાંભણિયાએ નિગમ-આયોગમાં નિમણૂક સહિત 7 માંગણીમાં તાત્કાલિક કાર્યવાહીની માગ કરી
    Next Article
    ચારેય ઝોનમાં સર્વે કરી 2700થી વધુ ખાડા શોધાયા:યુદ્ધના ધોરણે કામગીરી, નબળા કામ બદલ કોન્ટ્રાક્ટરને દંડ થશે; નાગરિકોને મનપાના 'આંખ-કાન' બની સહયોગ આપવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment