Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારેય ઝોનમાં સર્વે કરી 2700થી વધુ ખાડા શોધાયા:યુદ્ધના ધોરણે કામગીરી, નબળા કામ બદલ કોન્ટ્રાક્ટરને દંડ થશે; નાગરિકોને મનપાના 'આંખ-કાન' બની સહયોગ આપવા અપીલ

    1 day ago

    વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદને કારણે અનેક મુખ્ય અને આંતરિક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને મોટા પ્રમાણમાં ભયાનક ખાડા પડી જવાની ગંભીર સમસ્યા સામે આવી હતી. બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને રોજિંદા અકસ્માતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને પગલે વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકોની ફરિયાદોનો અંબાર લાગ્યો હતો. જનતાની આ વ્યાપક રજૂઆતો અને મુશ્કેલીઓને અત્યંત ગાંભીરતાથી ધ્યાને રાખીને હવે પાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના રસ્તાઓની દુરસ્તી માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. ચારેય ઝોનમાં સર્વે કરી 2700થી વધુ ખાડા શોધાયા નાગરિકોની સમસ્યાના ઝડપી અને કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સમગ્ર શહેરમાંથી 2700થી પણ વધુ નાના-મોટા ખાડાઓની ઓળખ કરવામાં આવી છે. સર્વે પૂર્ણ થતાં જ તમામ ખાડાઓને પૂરવા અને રસ્તાઓને પૂર્વવત કરવા માટે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય પગલાં લેવાશે રસ્તાના સમારકામ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસે પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે, રસ્તાના સમારકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવશે, તો તેમની સામે દંડનીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ સુધીમાં શહેરમાં પડેલા ખાડાઓ સંદર્ભે કોન્ટ્રાકટર સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોને મનપાના 'આંખ અને કાન' બની સહયોગ આપવા અપીલ બીજી તરફ મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે, શહેરમાં થઈ રહેલી ખાડા પૂરવાની કામગીરી યોગ્ય રીતે થાય અને કોઈ વેઠ ન ઉતરાય તે માટે સમગ્ર કામગીરીનું તેઓ પોતે સ્થળ પર જઈને જાતે જ નિરીક્ષણ કરશે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ તંત્રના આંખ-કાન બનવા માટે અપીલ કરી છે. જો શહેરના કોઈ વિસ્તારમાં ખાડા પડ્યા હોય કે રસ્તો ખરાબ થયો હોય, તો નાગરિકો તેના ફોટા અને વીડિયો પાલિકાની અધિકૃત વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર અપલોડ કરીને તંત્રનું ધ્યાન દોરી શકે છે. આનાથી પાલિકાની ટીમ ત્યાં પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી શકશે. આ પગલાંથી વડોદરાના નાગરિકોને બિસ્માર રસ્તાઓથી જલ્દી જ રાહત મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવાયા:મહેસાણાના ચિત્રોડીપુરાની પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનો વીડિયો વાઈરલ
    Next Article
    Many Injured, Buildings Collapsed As 7.1-Magnitude Earthquake Hit Japan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment