Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મોત:પીટીના પિરિયડમાં ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા દુર્ઘટના; શાળા સત્તાધીશોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ

    16 hours ago

    સુરતના ખટોદરા વિસ્તારમાં સુમન શાળા નંબર 16 (ઉર્દૂ શાળા) ખાતે આજે(28 જુલાઈ) હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચોમાસા અને વરસાદી માહોલ વચ્ચે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીટી (PT) ના પીરિયડ માટે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. પીટીનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જ્યારે ટેરેસ પરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક ધોરણ-9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમને કરંટ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી જવાથી આ સરકારી શાળામાં જ વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજ્યું હતું. શાળા પરિસરમાં જ ખુલ્લું રમતનું મેદાન હોવા છતાં, ચોમાસામાં ટેરેસ પર વિદ્યાર્થીઓને શા માટે લઈ જવાયા તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળા તંત્ર સામે પરિવારનો આક્રોશ આ દુર્ઘટના પાછળ શાળા સંચાલકોની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ મૃતક વિદ્યાર્થીના પરિજનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં જ્યારે કરંટ લાગવાનો અને શોર્ટ સર્કિટ થવાનો ભય સતત રહેતો હોય છે, ત્યારે શાળા તંત્રે અગાઉથી યોગ્ય તપાસ અને તકેદારી રાખવાની જરૂર હતી. શાળામાં ક્યાંય લીકેજ કે શોર્ટ સર્કિટની સમસ્યા છે કે નહીં તેની કોઈ ચકાસણી ન કરવામાં આવી હોવાથી આ હોનારત સર્જાઈ હોવાનું પરિવારનું માનવું છે. વરસાદી હવામાન વચ્ચે બાળકોની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારીને કારણે જ માસૂમ બાળકનો જીવ ગયો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. પરિવારને મોડી જાણ કરાઈ ઘટના બાદ શાળાના આચાર્ય મલિક અને તંત્ર દ્વારા પરિવારને તાત્કાલિક જાણ ન કરવામાં આવી હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. બાળકનું મોત નીપજ્યું હોવા છતાં, પરિજનોને સમયસર જાણ કરવાને બદલે સમગ્ર બાબત છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. આ સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે મૃતક વિદ્યાર્થીના સંબંધીઓ અને પરિજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોએ શાળા પ્રશાસન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. દીવાલ તરફ દોડ્યો અને ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગ્યો: નજરે જોનાર ઘટનાના ​સાક્ષી વિદ્યાર્થી મોહમ્મદ ઇરફાનના જણાવ્યા અનુસાર, બીજા માળે સાતથી આઠ વિદ્યાર્થીઓનું ગ્રુપ (PT)ના વર્ગમાં હતું. તે દરમિયાન તેનો સાથી વિદ્યાર્થી અબ્દુલ રહેમાન દીવાલ તરફ દોડ્યો હતો, જ્યાં ખુલ્લા વાયર/સપાટીના સંપર્કમાં આવતા તેને ભારે વીજ કરંટ લાગ્યો હતો.તેના વર્ગના મિત્રો દ્વારા તેને બચાવવાના તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણ શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, આ વિદ્યાર્થીને બચાવી શકાયો ન હતો અને ઈજાઓને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. શાળા સત્તાધીશોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ શાળાના આચાર્ય અને શિક્ષક તેને બેદરકારી માનવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે. ‘અમે પર્સનલી ધ્યાન રાખીએ છીએ’ અને ‘બાળકને આઈડિયા નહીં હોય’ જેવા બહાના હેઠળ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખુલ્લા વાયર ધરાવતો થાંભલો બાળકોની પહોંચમાં હોય અને શિક્ષક લાઈનમાં પાછળ ચાલતા હોય, તે જ શાળા પ્રશાસનની મોટી નિષ્કાળજી છતી કરે છે. જવાબદારીમાંથી છટકબારી શોધી પત્રકારોના સવાલો સામે શાળા સત્તાધીશોએ ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. થાંભલામાં કરંટ કઈ રીતે આવ્યો તે અંગે આચાર્યએ તદ્દન અજ્ઞાનતા દર્શાવી હતી. જ્યારે પત્રકારોએ વધુ સ્પષ્ટતા માગી અને બેદરકારી પર ઘેરાવ કર્યો, ત્યારે પોતાની ભૂલો ઢાંકવા માટે અન્ય વ્યક્તિએ વચમાં પડીને ‘હવે કોઈએ કાંઈ બોલવું નથી’ કહીને વાતચીત બંધ કરાવી દીધી હતી. આ વલણ દર્શાવે છે કે ઘટનાની ગંભીરતા સ્વીકારવાને બદલે બાબતને રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટી બેઠક:માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ કરવા ચર્ચા કરાઈ
    Next Article
    Indo-MIM IPO Allotment Today: How To Check Status, GMP, Listing Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment