Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટી બેઠક:માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ કરવા ચર્ચા કરાઈ

    15 hours ago

    દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કલેકટર સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ સેફટી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં માર્ગ સલામતીની વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવાનો અને અકસ્માતો ઘટાડવાનો હતો. બેઠક દરમિયાન રોડ સેફટી ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો હતો. પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી અને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે હાથ ધરાયેલી જાહેર જાગૃતિ ઝુંબેશની પણ સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતો સમયે ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સહાય મળી રહે તે હેતુસર કેન્દ્ર પુરસ્કૃત 'રાહવીર યોજના'નો દાહોદ જિલ્લામાં અસરકારક અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દિશામાં જરૂરી રજૂઆતો પણ કરાઈ હતી. માર્ગ સલામતી એ માત્ર એક વિભાગની નહીં, પરંતુ સામૂહિક જવાબદારી હોવાથી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓએ આપસી સંકલનથી કામ કરવા પર સહમતિ દર્શાવી હતી. જિલ્લાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય, વાહનચાલકો સલામતીના સાધનોનો ઉપયોગ કરે અને બ્લેક સ્પોટ્સ પર સુધારાત્મક પગલાં ભરવામાં આવે તે માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, એ.આર.ટી.ઓ. શૈશવ ગામીત, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષક ક્લાસવા, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં આંગણવાડીઓની તપાસ:જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે બાળકોની સુવિધાઓ, આહાર, શિક્ષણનું નિરીક્ષણ કર્યું
    Next Article
    સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મોત:પીટીના પિરિયડમાં ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા દુર્ઘટના; શાળા સત્તાધીશોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment