Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના ખેડૂતોનો ઉર્જા વિભાગના ઠરાવ સામે વિરોધ:ટ્રાન્સમિશન લાઇન વળતરના નિયમોમાં સુધારાની માગ, રેલી યોજી કલેક્ટરને આવેદન અપાયું

    17 hours ago

    ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટ્રાન્સમિશન લાઇનના વળતર અંગે જાહેર કરાયેલા ઠરાવ સામે જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગુજરાત ખેડૂત છાવણી અને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ સહિત સમગ્ર જિલ્લાના ખેડૂતોએ હાથમાં બેનરો સાથે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા જારી કરાયેલો વળતર અંગેનો આ ઠરાવ ખેડૂતોને સ્વીકાર્ય નથી. આ ઠરાવમાં યોગ્ય સુધારાઓ કરવામાં આવે અને જ્યાં સુધી તેમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તેની અમલવારી અટકાવવામાં આવે તેવી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે. આ આવેદનપત્રની નકલ સંબંધિત વિભાગો અને સરકારમાં મોકલીને ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી:સુરતમાં શેરબજારમાં પુત્રને 3 કરોડનું નુકસાન જતાં સંચાલક પિતા-પુત્રોએ કાવતરું ઘડ્યું, એક વર્ષથી જરૂર મુજબ કાઢતા હતા, 4ની ધરપકડ
    Next Article
    દાહોદમાં આંગણવાડીઓની તપાસ:જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે બાળકોની સુવિધાઓ, આહાર, શિક્ષણનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment