Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મત માંગવા સમયે કામ થઈ જશે કહે, પણ થતું નથી':ઈન્દ્રપ્રસ્થનગરમાં ખરાબ રોડ-રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત, થાળી અને વેલણ વગાડી મહિલાઓનો વિરોધ

    13 hours ago

    રાજકોટ શહેરમાં ચોમાસામાં અનેક રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 1માં ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિનિકેતન તેમજ અક્ષર રેસિડેન્સી સહિતની સોસાયટીઓના સ્થાનિક રહીશો તંત્રની ધોર ઉપેક્ષાથી ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા 10થી 15 વર્ષથી કાચા રોડ, ખાડા-ખબડા, ચોમાસામાં ભરાતા પાણી અને ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોએ અંતે નછૂટકે વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો. રસ્તા ઉપર ઊતરેલા સ્થાનિકોમાં ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ થાળી અને વેલણ વગાડીને મનપા તંત્ર તથા સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નેતાઓ મત માંગવા સમયે કહે છે કે તમારું કામ થઈ જશે, પણ પછી કાંઈ થતું નથી. બિસ્માર રસ્તા પર વાહનો ખરાબ, સ્લિપ થવાનો ડર સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીઓ તરફ આવતો મુખ્ય ઢાળિયાવાળો રસ્તો અત્યંત કાચો અને બિસમાર હાલતમાં છે. ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો ધોવાઈ જાય છે અને ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. આ બિસ્માર રસ્તાઓને કારણે દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ જવાના બનાવો રોજના બની ગયા છે. શાળાએ જતા નાનાં બાળકો, મહિલાઓ અને વયસ્ક વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. વારંવાર વાહનો ખરાબ થઈ જવા અને સ્લિપ થઈ જવાથી સ્થાનિકોને શારીરિક તથા આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત કાચા અને બિસ્માર ઢાળિયા વિસ્તારમાંથી અવારનવાર ઝેરી જીવજંતુઓ તથા સાપ પણ નીકળતા હોવાથી વિસ્તારના લોકોમાં ભારે ભયનો વાતાવરણ ફેલાયેલું રહે છે. 'મત માંગવા આવે ત્યારે કામ થઈ જશે કહે, પણ થતું નથી' સ્થાનિક રહીશ નેહાબેને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 9 વર્ષથી અહીં રહીએ છીએ અને લોકો કહે છે કે, છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે. અમારો ઢાળિયાનો મેઇન પ્રશ્ન અમને હલ કરી દો. એટલા ખાડા-ખબડા છે કે, બાળકોને સ્કૂલે મૂકવા-લેવા જવામાં અને વૃદ્ધો માટે ભારે મુશ્કેલી પડે છે. અમારી ગાડીઓ સ્લિપ થાય છે અને બે-બે દિવસે ખરાબ થઈ જાય છે. ભૂગર્ભ ગટરની સમસ્યા અને જીવજંતુઓ ફેલાય છે. અમારા બાળકો દર 2-3 દિવસે બીમાર પડે છે અને દવાખાને જવું પડે છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટરને અમારી વિનંતી છે કે, અમારા તરફ થોડું ધ્યાન આપે. મત માંગવાના સમયે કહે છે કે તમારું કામ થઈ જશે, પણ પછી કાંઈ જ થતું નથી. 'અવારનવાર અહીંથી સાપ નીકળે છે' આ વિસ્તારમા જ રહેતા સિનિયર સીટીઝન પ્રફુલભાઈ જોશીએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી આ રફ રસ્તો છે, અવારનવાર અહીંથી સાપ નીકળે છે, જે મોટામાં મોટી તકલીફ છે. જો આ ઢાળિયાનું રિપેરિંગ થઈ જાય તો સૌને મોટી રાહત મળે તેમ છે. આ 4 સોસાયટી ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિનિકેતન અને અક્ષર રેસિડેન્સીના મળી લગભગ 10થી 12 હજાર લોકો દરરોજ આ રસ્તેથી અવરજવર કરે છે. 'રજૂઆત છતા કોઈ પરિણામ મળ્યં નથી' પ્રફુલભાઈ જોશીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બંસી પાર્કમાં ગટર અને રોડ નથી, ચોમાસામાં ખાડા અને કાદવ-કીચડથી લોકો માંદા પડે છે. કોર્પોરેટરો રૂબરૂ જોવા આવ્યા હતા અને કામ થઈ જશે તેમ કહ્યું હતું, પરંતુ 5 વર્ષમાં કાંઈ જ ન થયું. અમે ઓફિસે પણ લેખિત રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ મળ્યું નથી. બંસી પાર્કમાં 80-20ની યોજના હેઠળ ડામર રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં હજી સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. જેને લઈ આ ચાર સોસાયટીના આશરે 10થી 12 હજાર રહીશો દરરોજ આ ખરાબ અને ભયજનક રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરીને મત મેળવી લેતા સ્થાનિક કોર્પોરેટરો જીત્યા બાદ તેમની કોઈ સંભાળ લેતા નથી. અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા આ મુખ્ય ઢાળિયાના રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે અને બંસી પાર્કમાં મંજૂર થયેલા ડામર રોડ તથા ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આઈસ્ક્રીમ મશીનના વેપારી પાસેથી છરીની અણી ₹10 હજારની લૂંટ:રૂ. 2 લાખની ખંડણી માગી મારી નાખવાની ધમકી આપનાર 4 સામે ફરિયાદ
    Next Article
    માતાને જામીન મળ્યા, 4 વર્ષના પુત્ર સાથે જેલમુક્ત:પતિની હત્યાના આરોપસર મહિલાએ 5 મહિના ગોધરા જેલમાં વિતાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment