Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે પરિણીત મહિલાના પતિનો પીછો કર્યો:જાતિ અપમાન, જાનથી મારી નાખવાની ધમકી; એટ્રોસિટીનો ગુનો

    2 days ago

    ગઢડા તાલુકાના કેરાળા ગામના એક યુવક સામે પરિણીત મહિલાના પતિનો પીછો કરી જાતિ અપમાનિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 351(2), 126(2) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(r) અને 3(1)(s) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી તેમની પત્ની સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામથી મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. તે સમયે કેરાળા ગામના વિશાલભાઈ વલ્લભભાઈ ડેકાણીએ કિયા કારમાં તેમનો પીછો કર્યો હતો. વિશાલ ડેકાણીએ વારંવાર હોર્ન વગાડ્યા બાદ માંડવધાર બાયપાસ કેનાલ નજીક મોટરસાયકલ અટકાવી ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી અને જાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. આરોપીએ ઉગામેડી ગામ નજીક ફરીથી કાર લઈને આવી ચાલતા વાહનમાંથી ફરિયાદીને "હું તને જોઈ લઈશ" કહી ધમકી આપી હતી. આ ઘટના બાદ ફરિયાદી અને તેમની પત્નીએ પરિવારજનોને જાણ કરી ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી વિશાલ ડેકાણીને અગાઉ ફરિયાદીની પત્ની પ્રત્યે એકતરફી પ્રેમ હતો અને તે વારંવાર ફોન કરતો હતો. આ બાબતે બંને પક્ષોના પરિવારજનો તથા ગામના આગેવાનોની હાજરીમાં અગાઉ સમાધાન કરવામાં આવ્યું હતું. તે ઘટનાનું મનદુખ રાખીને આરોપીએ હાલનું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગઢડા પોલીસે ફરિયાદના આધારે કેરાળા ગામના વિશાલ ડેકાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અત્રોલી પાસેથી 4.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:છોટા ઉદેપુર LCBએ અર્ટિગા કારમાંથી એક શખ્સને પકડ્યો
    Next Article
    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે AAPની મેયરને રજૂઆત:મનપાની સામાન્ય સભામાં વિશેષ ચર્ચાકાળ યોજવા માગ; રાજકીય ભેદભાવ ભૂલીને કાયમી ઉકેલની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment