Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના ચામુંડા પાર્કમાં શેરીમાં ધીંગાણું‎:કાગળ ઉડવા જેવા મુદ્દે પાડોશીઓ વચ્ચે મારીમારીમાં સામસામે ફરિયાદ

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ચામુંડા પાર્ક વિસ્તારમાં કાગળ ઉડવા જેવી મામૂલી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી બાદ હિંસક અથાડામણ સર્જાઈ હતી. શેરીમાં રમતા બાળકોના કાગળ નાખવાના પ્રશ્ને શરૂ થયેલા ઝઘડામાં ગાળાગાળી અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા એકબીજા સામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. ચામુંડા પાર્કમાં રવિવારે સવારના શેરીમાં બાળકો રમતા હતા ત્યારે શેરીમાં કાગળ ઉડીને આવવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ બાદમાં મારામારી થઈ હતી. જેમાં લાકડી વડે હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પ્રથમ પક્ષની ફરિયાદમાં વર્ષાબેન પ્રજાપતિએ પાર્થ જયંતીભાઈ લખતરીયા અને ગૌરીબેન રણછોડભાઈ લખતરીયા રહે. ચામુંડા પાર્ક, વઢવાણ જેમાં જણાવ્યા તેમનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ શેરીમાં રમતો હતો. ત્યારે કાગળ કોણે નાખ્યો તે મુદ્દે ગૌરીબેને ઉશ્કેરાઈને ગાળો આપી હતી. દરમિયાન ગૌરીબેનનો પૌત્ર પાર્થ ઘરમાંથી લાકડી લાવીને વર્ષાબેનને મારી હતી. જ્યારે સામા પક્ષે પાર્થ ભાઇ લખતરીયાએ વર્ષાબેન હર્ષદભાઇ ઝીંઝુવાડીયા અને હર્ષદભાઇ ઝીંઝુવાડીયા સામે ગાળોઆપી જાનથી મારાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ કરી હતી. આ ફરિયાદ નોંધી વધુ તપાસ સીટી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મગરનું બચ્ચું નાઇટ વોક કરવા નીકળ્યું:જોબન ટેકરી ગામ પાસે રોડ પર મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો, થોડી વાર માટે વાહનચાલકો થંભી ગયા
    Next Article
    Samson vs Abhishek Battle Intensifies, Selectors Told To Take "Tough Call"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment