Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મગરનું બચ્ચું નાઇટ વોક કરવા નીકળ્યું:જોબન ટેકરી ગામ પાસે રોડ પર મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો, થોડી વાર માટે વાહનચાલકો થંભી ગયા

    11 hours ago

    ચોમાસું જામતા હવે મગરો નદીમાંથી બહાર નીકળી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા જોબન ટેકરી ગામ પાસે ગત મોડી રાત્રે મગરનું બચ્ચું રોડ પર આવી ગયું હતું. મગરનું બચ્ચું રોડ પર ટહેલતું જોવા મળતાં પસાર થતાં વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને વાહનચાલકો અને સ્થાનિકોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. વડોદરા શહેર નજીક આવેલા જોબન ટેકરી ગામ પાસે 75 મીટર રોડ પર મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે મગરનું બચ્ચું રોડ પર જોવા મળ્યું હતું. રોડ પર અચાનક મગરનું બચ્ચું દેખાતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો થોડીવાર માટે અટકી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. મગરનું બચ્ચું રોડ પર ટહેલતું જોવા મળતાં સ્થાનિકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી મગરને સુરક્ષિત રીતે પકડી તેના કુદરતી નિવાસસ્થાને છોડવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
    Click here to Read More
    Previous Article
    Mother's Priceless Reaction To Son's New BMW Wins Hearts Online
    Next Article
    વઢવાણના ચામુંડા પાર્કમાં શેરીમાં ધીંગાણું‎:કાગળ ઉડવા જેવા મુદ્દે પાડોશીઓ વચ્ચે મારીમારીમાં સામસામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment