Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ શિવભક્તિના રંગે રંગાયું:જયાપાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં ભક્તોનો ધસારો

    1 day ago

    જયાપાર્વતી વ્રતના પાવન પર્વ નિમિત્તે વિશ્વવિખ્યાત સોમનાથ તીર્થ શિવભક્તિના રંગે રંગાયું હતું. વહેલી સવારથી જ સોમનાથ સહિત શહેરના વિવિધ શિવાલયોમાં યુવતીઓ અને મહિલાઓનો દર્શન તથા પૂજાપાઠ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે સ્નાનાદિ કરીને સ્વચ્છ અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવતીઓ અને મહિલાઓ હાથમાં પૂજાની થાળ, જવારા અને અન્ય સામગ્રી સાથે શિવ મંદિરોમાં પહોંચી હતી. દહીં, દૂધ, મધ, પુષ્પ, ફળ, અબીલ-ગુલાલ સહિતની સામગ્રીથી ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. અનેક મંદિરોમાં પંડિતો દ્વારા વેદમંત્રોના મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ પૂજા યોજાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વ્રતમાં પાંચ ધાન્યમાંથી ઉગાડવામાં આવેલા પવિત્ર જવારાનું વિશેષ મહત્વ છે. પરંપરાગત રીતે ઘણા પરિવારો ઘરે જ જવારા વાવી પૂજામાં ઉપયોગ કરે છે, જ્યારે હાલના સમયમાં બજારમાં પણ તૈયાર જવારા ઉપલબ્ધ છે. આ વ્રત પાંચ દિવસ સુધી ચાલતું મોળાકત વ્રત છે. વ્રત દરમિયાન યુવતીઓ નિયમપૂર્વક ઉપવાસ, જપ-તપ અને રાત્રિ જાગરણ કરીને અંતિમ દિવસે વિધિવત્ સમાપન કરે છે. અવિવાહિત યુવતીઓ સારો જીવનસાથી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ વ્રત કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટે શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરે છે. જયાપાર્વતી વ્રત નિમિત્તે સોમનાથના શિવાલયોમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. દિવસભર શિવભક્તોનો દર્શન પ્રવાહ યથાવત્ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સગીર ભાઈ-બહેનના અકસ્માતના CCTV:થાંભલા સાથે અથડાઈને એક્ટિવા 50 ફૂટ ફંગોળાયું, અમદાવાદમાં માતાની ઓફિસથી પરત ફરતા કાવ્ય મહેતાનું મોત, બહેન ગંભીર
    Next Article
    ઇન્ડિગોની ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી 194 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા:દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટમાં પર ઈમરજન્સી લેન્ડિંગ, બૉમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment