Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી 194 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા:દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટમાં પર ઈમરજન્સી લેન્ડિંગ, બૉમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે

    1 day ago

    દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટ (IGO1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા આ ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આ ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું હતું. મુસાફરોને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બૉમ્બ અને ડોગ સ્ક્વોડ એરપોર્ટ પહોંચી ગઈ છે. ફ્લાઈટમાંથી ધુમાડો નીકળતા 194 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ દુબઇથી સહી સલામત ઉપડી હતી, પરંતુ રસ્તામાં ફલાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક શરૂ થતા આ ફ્લાઇટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લીધે ફલાઇટમાં બેસેલા ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરો ડરી ગયા હતા પરંતુ પાયલોટ દ્વારા ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવતા મુસાફરોનો જીવ બચી ગયો હતો. મેજર કોલ મળતા ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાનો મેજર કોલ મળતા જ રાજકોટથી મહાનગરપાલિકાના 2 ફાયર ફાઇટર અને 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને આ સમયે ફાયર બ્રિગેડના જવાનો તેમજ તબીબી સ્ટાફ પણ તૈયાર હતો. CISF અને એરપોર્ટ પોલીસ સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. 3:27 વાગ્યે ફ્લાઇટનું એરપોર્ટ પ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, IGO 1452 દુબઈ-મુંબઈ વચ્ચેની ફલાઇટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થતા 2:45 વાગ્યે ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જે બાદ 3:27 વાગ્યે આ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બેસેલા 194 જેટલા મુસાફરો સુરક્ષિત છે. આ સમાચાર પણ વાંચો સુરત એરપોર્ટ પર મોટી હોનારત ટળી, ગોવા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરનો ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ સુરતના એરપોર્ટ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-419માં બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક મુસાફરે અચાનક વિમાનનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો હતો. ક્રૂ મેમ્બર્સ અને CISFની સમયસૂચકતાને કારણે મોટો સુરક્ષા જોખમ ટળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સોમનાથ શિવભક્તિના રંગે રંગાયું:જયાપાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં ભક્તોનો ધસારો
    Next Article
    પત્નીનો નંબર કેમ માગ્યો? પૂછતા યુવાન પર હુમલો:ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધમકી આપી શખસ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment