Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા કેન્દ્રીય કાયદાની માંગ:ભરૂચમાં સંતો-ગૌભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    1 day ago

    ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' અંતર્ગત સંત સમાજ અને ગૌભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં દેશી ગૌવંશની સંપૂર્ણ સુરક્ષા, ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી. સંતો, ગૌભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલા આવેદનપત્રમાં ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી. આ ઉપરાંત, ગૌપાલનને પ્રોત્સાહન આપવા માટે એક અલગ 'ગૌપાલન મંત્રાલય'ની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ, અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5,100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌસેવા અને ગૌસુરક્ષા અંગે સરકારને પ્રાર્થનાપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે, આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતાં 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં પણ સંત સમાજ અને ગૌભક્તોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ગૌમાતાના સન્માન, ગૌવંશની સુરક્ષા અને ગૌઆધારિત ખેતી-પશુપાલનને પ્રોત્સાહન આપવા સરકાર સમક્ષ માંગણી કરી હતી. સાધુ-સંતોએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું અનન્ય સ્થાન છે. ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવા અને ગૌઆધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માત્ર ભાવનાત્મક અપીલ નહીં, પરંતુ વ્યવહારુ અને કાયદાકીય પગલાં જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં નેશનલ હાઈવે પર દબાણો સામે તંત્રનો સપાટો:200 દબાણધારકોને નોટિસ અપાયા બાદ બરડિયાથી દબાણ દૂર કરવાનું ઓપરેશન શરૂ
    Next Article
    Small-Cap Stock Under Rs 100: Reliance Infra Share Price Drops 5% In Trade - Here's Why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment