Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક યોજી કામની સમીક્ષા કરી:રાધનપુરમાં પાણીનો ઝડપથી નિકાલ કરો: કમિશનરની તાકીદ

    2 days ago

    રાધનપુરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા ગાંધીનગર ઝોનના રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ બી.એમ.પટેલે મુલાકાત લઈને ધારાસભ્ય, પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે પાણી નિકાલની કામગીરી ઝડપી પૂર્ણ કરવા તેમજ વરસાદને ધ્યાનમાં રાખી તંત્રને સતર્ક રહેવા નિર્દેશ આપ્યા હતા. ગાંધીનગર ઝોનના રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ બી. એમ.પટેલે રાધનપુર ખાતે વિશ્રામગૃહમાં બેઠક યોજી ભારે વરસાદ બાદ શહેરમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન પાણી નિકાલની કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મસાલી રોડ સહિત કેટલાક વિસ્તારોમાં હજુ પાણી નિકાલની કામગીરી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.આર એન્ડ બી વિભાગ દ્વારા રસ્તા ઊંચા બનાવાતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેના ઉકેલ માટે રસ્તાનો એક ભાગ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાનું આયોજન પણ વિચારાધીન હોવાનું બેઠકમાં જણાવાયું હતું.કમિશનર પટેલે પાણી નિકાલની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવા તેમજ રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ કરવાની કામગીરી શરૂ રાખવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'Haven't Eaten In 2 Days': Emotional Mirabai Chanu After Commonwealth Games 2026 Gold Medal
    Next Article
    ઢોરના ત્રાસથી મુકત અડીયા બન્યું આદર્શ મોડેલ‎:'ખેડૂત મંડળ બનાવી ઘર દીઠ 500 અને બોર દીઠ રૂ. 1,000ના ફાળાથી 8 લાખનું ભંડોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment