Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોરના ત્રાસથી મુકત અડીયા બન્યું આદર્શ મોડેલ‎:'ખેડૂત મંડળ બનાવી ઘર દીઠ 500 અને બોર દીઠ રૂ. 1,000ના ફાળાથી 8 લાખનું ભંડોળ

    1 day ago

    પાટણ હારિજ તાલુકાનું અડીયા ગામ બે વર્ષથી સંપૂર્ણ રખડતાં ઢોર મુક્ત બન્યું છે.ઢોલી દ્વારા સાદ પાડી ગામ ચોકમાં ભેગા થવાની પરંપરા ધરાવતા આ ગામમાં પાટીદાર,બ્રાહ્મણ,ઠાકોર, દરબાર ,રબારી, દલિત, પ્રજાપતિ,મુસ્લિ મ અને દેવીપૂજક જેવા તમામ સમાજોએ સાથે મળી વાર્ષિક ગાયોની નિભાવની માટે 8 લાખ રૂપિયા જેટલું મોટું બજેટ એકત્ર કરે છે.જેનાથી ઢોરનો જીવન નિર્વાહ કરી આ સફળતા હાસિલ કરી છે. ગામમાં પશુઓને હાંકી કાઢવામાં કે કતલખાને ધકેલવામાં આવતા નથી, પરંતુ ઢોરને ડબે પૂરી પોતાના ખર્ચે સન્માનપૂર્વક પાંજરાપોળ પહોંચાડી ભરણપોષણ માટે આર્થિક સહાય અપાય છે. જેની સમગ્ર વ્યવસ્થા ખેડૂત મંડળ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર ગામમાંથી રચેલા ખેડૂત મંડળ ખેડૂતોની સુરક્ષાનું સામૂહિક જવાબદારી ઉપાડે છે. ખેડૂતોએ પાક ઊતર્યા પછી ખેતરમાં ભેલાણની પશુઓ માટે સ્વેચ્છાએ પરવાનગી આપે છે, જેનાથી પશુપાલકો અને ખેડૂતો વચ્ચે સમરસતા વધી છે.અડીયા ગામનું માનવતાપૂર્ણ અને સુવ્યવસ્થિત મોડેલ આજે સરકાર અને સમગ્ર રાજ્ય માટે અભ્યાસ તેમજ અમલીકરણ કરવા અનુસંધાન પાના ન઼- 3 ગામનો કોઈપણ પ્રશ્ન હોય આખું ગામ ગામચોક ભેગું થાય છે. આ વ્યવસ્થાથી ગામને ફાયદા થયા પાકનું નુકસાન બંધ, તારફેન્સિંગનો ખર્ચ બચ્યો અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો. અગાઉ ઢોરના ત્રાસથી જે વાવી શકાતા નહોતા તેવા ઘઉં, બાજરી, લસકો, અડદ, તલ, મગ, મકાઈ અને ઝાર જેવા પાકોનું વાવેતર શક્ય બન્યું. ગામમાં અકસ્માતો અને ગંદકી ઘટી, સામાજિક ઝઘડા-પોલીસ કેસોમાં ઘટાડો થયો તથા ખેડૂતોને માનસિક શાંતિ અને રાત્રે નિરાંતની ઊંઘ મળી. ગામમાં રખડતા ઢોર અને ખેતીના ભેલાણની સમસ્યા વધતા ગ્રામજનો એકત્ર થઈ ઉકેલ કાઢ્યો
    Click here to Read More
    Previous Article
    બેઠક યોજી કામની સમીક્ષા કરી:રાધનપુરમાં પાણીનો ઝડપથી નિકાલ કરો: કમિશનરની તાકીદ
    Next Article
    લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ આવશે:જીતેન્દ્ર સિંહ રજૂ કરશે; 2024માં બનેલા કાયદામાં ફેરફાર થશે, સજા-દંડ બંને વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment