Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિશીલ ખેડૂત:ગીર સોમનાથનાં ખેડૂતે સ્લરીનો ઉપયોગ કરી નાળિયેરનું બમણું ઉત્પાદન મેળવ્યું

    15 hours ago

    રાસાયણિક ખેતીમાં ખેડૂતોને વધુ ખર્ચ થઈ રહ્યો છે અને જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જ હવે ખેડૂતો પ્રાકૃતિક-ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે. વેરાવળ તાલુકાનાં પંડ્વા ગામનાં હીરાભાઈ વાળાએ ખેતીમાં છાણિયા ખાતરની સ્લરીનો ઉપયોગ કરી સારો એવો ફાયદો મેળવ્યો છે. વાંચો તેમની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં... ‘મારે સાડા પાંચ વીઘામાં નાળિયેરીનો બગીચો છે પહેલા હુ સામાન્ય માવજત કરતો હતો જોકે સારૂ ઉત્પાદન મળતું ન હતુ અને ખર્ચમાં પણ વધારો થતો હતો બાદમાં છેલ્લા એક વર્ષથી ખેતીમાં છાણિયા ખાતરની સ્લરીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેનાથી ખર્ચમાં તો ફાયદો થયો જ છે સાથે અમારા વિસ્તારમાં અન્ય કરતા બમણું ઉત્પાદન મળતું થયું છે. ગાય-ભેંસના છાણને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે, ત્યારે તેમાંથી ગેસ નીકળ્યા પછી જે પ્રવાહી વધે છે તેને ‘સ્લરી' કહેવાય છે. આ સ્લરી ખેતી માટે તૈયાર થયેલું ઉત્તમ પ્રકારનું પ્રવાહી જૈવિક ખાતર છે. તેમજ સૂકા ખાતર તરીકે સ્લરીને સુકવીને તેના ગાંગડા કે પાવડરનો ઉપયોગ પાયાના ખાતર તરીકે પણ કરી શકાય છે.' સ્લરીથી જમીનનું બંધારણ સુધરે છે પોષક તત્વોની વિપુલતા હોય છે. જેમાં બાયોગેસ સ્લરીમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ (NPK) ઉપરાંત સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક, મેંગેનીઝ અને બોરોન ભરપૂર માત્રામાં હોય છે. જે સીધા જ છોડને મળી રહે છે તેમજ જમીનની ફળદ્રુપતામાં સુધારો લાવવામાં મદદરૂપ થાય છે. તે જમીનમાં ઉપયોગી બેક્ટેરિયા અને અળસિયાની સંખ્યામાં ઝડપથી વધારો કરે છે. તેનાથી જમીનનું બંધારણ સુધરે છે અને જમીન વધુ જીવંત બને છે. નિંદામણ અને રોગમાં ઘટાડો બાયોગેસની પ્રક્રિયા દરમિયાન છાણમાં રહેલા નકામા ઘાસના બીજ (નિંદામણ) નાશ પામે છે. આથી ખેતરમાં બિનજરૂરી ઘાસ ઉગતું નથી અને ફૂગજન્ય રોગો પણ ઓછા થાય છે. આ સમાચાર અન્યોને પણ શૅર કરો. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગતો : 9904172222 (દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ અને ભરત સોનારા સાથેની વાતચીતના આધારે)
    Click here to Read More
    Previous Article
    'એક નિર્ણયથી દેશ નહીં બદલાય જાય', VIDEO:'હવે સરકાર ભૂલ કરતા પહેલા વિચારશે', PMની ઇન્સ્ટા રીલ પર GenZએ શું કહ્યું?
    Next Article
    બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં અયોધ્યાવાળી થઈ?:40 વર્ષ પહેલાં ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો; પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી; ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment