Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસ્મો સચિવ સ્તુતિ ચારણે ઉકાઈની મુલાકાત લીધી:રાહત-પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી, આરોગ્ય-સ્વચ્છતા પર ભાર મૂક્યો

    1 day ago

    તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદની સ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ તેમજ પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરવા માટે વાસ્મો સચિવ સ્તુતિ ચારણે રવિવારે ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે તંત્ર દ્વારા કરાયેલી કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો, સાથે જ આરોગ્ય અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા કડક સૂચનાઓ આપી હતી. સચિવ સ્તુતિ ચારણે ઉકાઈ તાલુકાના ધજાંબા અને ઉખલદા ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારે વરસાદથી થયેલું નુકસાન, રસ્તાઓની સ્થિતિ, પીવાના પાણીની શુદ્ધતા અને આરોગ્ય સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પીવાના પાણીના ક્લોરીનેશનની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોને વરસાદ બાદ ખાસ સાવચેતી રાખવા જણાવ્યું હતું. સચિવે શુદ્ધ પીવાનું પાણી જ વાપરવા, ઘર આંગણે સ્વચ્છતા જાળવવા અને આરોગ્યલક્ષી જરૂરી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત બાદ સચિવે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી પરિણામલક્ષી હોવી જોઈએ. અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સુવિધાઓ સમયસર મળે તે સુનિશ્ચિત કરવું. સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી. ગ્રામજનોની મુલાકાત પૂર્ણ કર્યા બાદ સચિવ ચારણે ઉકાઈ ડેમની પણ મુલાકાત લીધી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સ્મિત જાગીરદારે તેમને ડેમની વર્તમાન સ્થિતિ અને જળસ્તર અંગેની વિસ્તૃત ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    22 જૂને થઈ હતી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની ભવિષ્યવાણી:એક મહિનાં પહેલાં જ યુવા ભવિષ્યવેત્તાએ જણાવી હતી તારીખ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
    Next Article
    પાટણના હર્ષનગર પાસેનો રસ્તો બિસ્માર:વાહનચાલકો પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment