Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર, સાંતલપુર, સમીમાં અતિવૃષ્ટિથી વ્યાપક નુકસાન:ધારાસભ્યએ મુખ્યમંત્રીને સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત કરી

    1 day ago

    રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અતિવૃષ્ટિથી પ્રભાવિત જનજીવનને ધ્યાનમાં રાખીને, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને રાહત સહાય ચૂકવવાની માગણી કરી છે. આ તાલુકાઓના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે લોકોની ઘરવખરી, અનાજ અને કપડાં સહિતની આવશ્યક ચીજવસ્તુઓને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે અને જમીન ધોવાણની સમસ્યા પણ સર્જાઈ છે. પશુઓ માટે લીલા અને સૂકા ઘાસચારાની પણ તીવ્ર અછત ઊભી થઈ છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને મકાન નુકસાન, કેશડોલ, ઘરવખરી, પશુમરણ અને જમીન ધોવાણ પેટે નિયમ મુજબ રાહત વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, પશુપાલકો માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા, ભરાયેલા પાણીના નિકાલ અને તૂટેલા રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવા પણ જણાવાયું છે. પત્રમાં વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા વિસ્તારોમાં સેવાઓ ત્વરિત શરૂ કરવા અને જરૂર પડે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી તમામ જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવા પણ વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઝિમ્બાબ્વે સામે ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત:ત્રીજી T20 આજે, ઈશાન-તિલક ફોર્મમાં; બોલિંગમાં પ્રિન્સે સૌથી વધુ વિકેટ લીધી
    Next Article
    માંડવીના બુટલેગર દેવરાજ ગઢવી સામે PASA કાર્યવાહી:અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment