Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવીના બુટલેગર દેવરાજ ગઢવી સામે PASA કાર્યવાહી:અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો

    1 day ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ માંડવીના એક કુખ્યાત બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવીને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ અટકાયત કરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દેવરાજ ગોપાલ ગઢવી (ઉંમર 42, રહે. કલવાણ રોડ, માંડવી-કચ્છ) લાંબા સમયથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સાથે સંકળાયેલો હતો. તેની પ્રવૃત્તિઓને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર નકારાત્મક અસર થતી હતી અને સમાજમાં અસુરક્ષાની લાગણી પણ પ્રવર્તી રહી હતી. દેવરાજ ગઢવી વિરુદ્ધ અગાઉ નોંધાયેલા ગુનાઓ અને ઉપલબ્ધ પુરાવાના આધારે, પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી. સંબંધિત સત્તાધિકારી દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દેવરાજ ગઢવીને મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર, બુટલેગિંગ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સામાન્ય નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર, સાંતલપુર, સમીમાં અતિવૃષ્ટિથી વ્યાપક નુકસાન:ધારાસભ્યએ મુખ્યમંત્રીને સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત કરી
    Next Article
    This 1971 war hero is trapped by Chandigarh’s red tape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment