Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક અધિકારીના આપઘાતમાં સાસુ-સસરા સામે ફરિયાદ રદની અરજી નામંજૂર:લગ્ન પછી કાર, રોકડ, મોટી આર્થિક મદદની માગ પારિવારિક અપેક્ષા કહી ટાળી ન શકાય

    13 hours ago

    લગ્ન પછી કાર, રોકડ કે મોટી આર્થિક મદદની વારંવાર થતી માગણીઓને માત્ર પારિવારિક અપેક્ષા કહી ટાળી શકાય નહીં. હાઈકોર્ટે મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, લગ્ન પછી કરાતી અયોગ્ય આર્થિક માગણી પણ દહેજની વ્યાખ્યામાં આવે છે. આવા કેસમાં જો પ્રાથમિક પુરાવા હોય તો આરોપી સામે કાર્યવાહી અટકાવી શકાય નહીં. હાઈકોર્ટે વડોદરાની આઈડીબીઆઈ બેંકમાં પ્રોબેશનરી ઓફિસર મહિલાના આપઘાત કેસમાં હરિયાણાના સાસરીયા સામે ફરિયાદ રદની અરજી ફગાવી છે. લગ્નના 15-20 દિવસ પછી જ પરિણીતાને કહેવામાં આવતું હતું કે, અમારો દીકરો સરકારી અધિકારી છે, બીજે લગ્ન થયા હોત તો બીએમડબ્લ્યુ કાર મળી હોત. ત્યારબાદ પિતાએ બે વખત 5 લાખ આપ્યા છતાં વધુ માંગણીઓ ચાલુ રહી. પરિવાર પર 50 લાખની લોન માટે ગેરંટી આપવાનું દબાણ પણ કરવામાં આવતું હતું. સતત માનસિક દબાણ અને અપમાનથી કંટાળીને પરિણીતાએ લગ્નના માત્ર સાત મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. સાસુ-સસરાએ દલીલ કરી કે તેઓ હરિયાણામાં અલગ રહે છે અને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં તેમની ભૂમિકા નથી. જોકે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે આત્મહત્યા પહેલાં મૃતકે પતિને મોકલેલા મેસેજમાં લખ્યું હતું, હવે તમે અને તમારો પરિવાર ખુશ રહેજો, સહન નથી થતું. ઉપરાંત, ઘરકામ કરતી મહિલાના નિવેદનમાં પણ સાસરિયાઓ પરિણીતાના પગારનો હિસાબ પૂછતા અને દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે કહ્યું કે, કેસમાં પૂરતા પ્રાથમિક પુરાવા હોવાથી સાસુ-સસરાને ટ્રાયલ પહેલાં મુક્ત કરી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    Fast-track courts for paper leak cases are finally taking shape. What happens next?
    Next Article
    જિલ્લાની 2 વર્ષની બાળકી, પંચમહાલના 7 વર્ષના બાળકની સારવાર:સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ 2 બાળકો દાખલ કરાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment