Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસના અડધો ડઝન શંકાસ્પદ કેસ:ચાંદીપુરા વાયરસના નેગેટિવ રીપોર્ટ બાદ દ્વારકાની વધુ એક બાળાનું સારવારમાં મોત

    23 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ભય ચિંતાનો વિષય બન્યો છે. બંને જિલ્લામાં મળીને અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ છ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જોકે,રાહતની વાત એ છે કે, લેબોરેટરી ચકાસણીમાં તમામ છ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોમાંથી જામનગરના એક અને દેવભૂમિ દ્વારકાના ત્રણ બાળ દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. હાલ જામનગર શહેર અને જિલ્લાના ૨ બાળકો હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છેઅને બંનેના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલારમાં ગત સપ્તાહે ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસના ત્રણ કેસ સામે આવ્યા હતા.જેમાં જામનગરના બે અને દ્વારકાના એક કેસનો સમાવેશ થાય છે.જેમાં નેગેટીવ રીપોર્ટ આવેલી બે વર્ષીય બાળાનુ સારવારમાં મૃત્યુ થયુ હતુ.જે બાદ જામનગર ગ્રામ્યમાં એક અને દેવભૂમિ પંથકના બે સહિત વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા હતા. જેમાં કલ્યાણપુરના લાંબા અને ગઢકા પંથકના પણ શંકાસ્પદ બે વર્ષીય અને નવ માસના બાળકના સારવારમાં મૃત્યુ નિપજયા હતા.જોકે,બંનેના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જી.જી.હોસ્પિટલના ખાસ વોર્ડમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા દ્વારકાના છ વર્ષીય બાળાનો પણ નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.હાલ જી.જી.હોસ્પિટલના ખાસ વોર્ડમાં જામનગર શહેર અને ગ્રામ્યના એક-એક સહિત બે બાળ દર્દીને સધન સારવાર આપવામાં આવી રહી છે. જોકે, વર્તમાન સ્થિતિએ તમામ શંકાસ્પદ બાળ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. દેવભૂમિમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ બાળકોના જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં જિલ્લામાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્રણેય બાળકોને તાવ, બેભાન થવું, ખેંચ આવવી સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્યા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી, સતત ઊંઘ જેવી સ્થિતિ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવા સૂચના આપવામાં આવી છે. તાવ કે ગંભીર લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો... તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સાથે જ આસપાસ સ્વચ્છતા જાળવવા, ગંદકી દૂર રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંબંધીના ઘરે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ‎:શહેરમાં મોહનનગર આવાસના 7મા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ
    Next Article
    અધિકારીઓ, કર્મચારીઓને વાહન પાર્કિંગ માટે હેરાનગતિ‎:કલેક્ટર કચેરીના પાર્કિંગમાં જ સાંજ પડતા ખાનગી વાહનોના ખડકલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment