Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા અને નફાવસૂલીથી ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ

    20 hours ago

    ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે નેગેટિવ પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતથી જ વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા મૂલ્યાંકન અને ઉપરના સ્તરે નફાવસૂલીને કારણે મુખ્ય સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા હતા. ખાસ કરીને માહિતી પ્રૌદ્યોગિકી, બેન્કિંગ અને નાણાકીય સેવાઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જોકે સપ્તાહના બીજા ભાગમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, શોર્ટ કવરિંગ અને પસંદગીના લાર્જકેપ શેરોમાં સુધારાને કારણે બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન વધઘટ યથાવત્ રહી હતી, જે રોકાણકારોમાં સાવચેત વલણ દર્શાવે છે. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ભારે વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં વેચવાલી વધતાં સૂચકાંક પર દબાણ રહ્યું હતું. ત્યારબાદ ફાર્મા, પાવર, ડિફેન્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ખરીદી વધતાં ઘટાડામાં સુધારો નોંધાયો હતો. તેમ છતાં સપ્તાહ દરમિયાન ઉપરના સ્તરે નફાવસૂલી સતત જોવા મળી હતી. નિફ્ટી ફ્યુચરમાં સપ્તાહની શરૂઆતમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. મહત્વના આધાર સ્તરો નજીક ખરીદદારો સક્રિય બનતાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને બજારમાં રિકવરી નોંધાઈ હતી. જોકે ઉપરના અવરોધ સ્તરો નજીક હજુ પણ વેચવાલીનું દબાણ યથાવત્ રહ્યું હતું. સ્થાનિક સ્તરે SIPથી સતત આવતો મજબૂત નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, સરકારના માળખાકીય વિકાસ ખર્ચ, મજબૂત આર્થિક વૃદ્ધિ અને પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અંગેની આશાએ બજારને આધાર આપ્યો હતો. જોકે ઊંચા મૂલ્યાંકન અને નફાવસૂલીને કારણે રોકાણકારોએ સાવચેત અભિગમ જાળવી રાખ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્રથી નબળું વલણ, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક રોકાણકારોની જોખમ પ્રત્યેની સાવચેતી ભારતીય બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા હતા. જોકે ક્રૂડ ઓઇલના નિયંત્રિત ભાવ અને કેટલાક એશિયન બજારોમાં જોવા મળેલી સ્થિરતાએ બજારને મર્યાદિત ટેકો આપ્યો હતો. આ સપ્તાહ દરમિયાન માહિતી પ્રૌદ્યોગિકી, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સતત દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ફાર્મા, પાવર, ડિફેન્સ, FMCG, કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓટો અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં મિશ્ર વલણ રહ્યું હતું. આ સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, SIPથી મજબૂત નાણાંપ્રવાહ, ફાર્મા, પાવર અને ડિફેન્સ સેક્ટરમાં મજબૂતી, મહત્વના આધાર સ્તરો ઉપર ખરીદદારોની સક્રિયતા, શોર્ટ કવરિંગ, ક્રૂડ ઓઇલના સ્થિર ભાવ અને સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ બજારને ટેકો આપ્યો હતો. દિવસના અંતિમ સત્રોમાં પસંદગીના લાર્જકેપ શેરોમાં થયેલી ખરીદીએ પણ બજારને રિકવરી અપાવી હતી. મંદી તરફી કારણો:- બજારમાં નબળાઈ પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, માહિતી પ્રૌદ્યોગિકી અને બેન્કિંગ શેરોમાં ભારે દબાણ, ઉપરના સ્તરે નફાવસૂલી, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી, ભૂરાજકીય તણાવ, ઊંચા મૂલ્યાંકન તથા કોર્પોરેટ પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતી મુખ્ય કારણો રહ્યા હતા. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન વોલેટિલિટી ઊંચી રહી હતી. સપ્તાહ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પસંદગીયુક્ત વેચવાલી ચાલુ રાખી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ ખરીદદારો રહ્યા હતા. સ્થાનિક ખરીદીના કારણે બજારમાં મોટા ઘટાડા પછી વારંવાર રિકવરી જોવા મળી હતી. ક્રૂડ ઓઇલના ભાવ સ્થિરથી નરમ રહેતાં ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહતની સ્થિતિ યથાવત્ રહી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે માગમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હતું. નીચા ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ, એવિએશન અને કેમિકલ ક્ષેત્ર માટે હકારાત્મક રહ્યા હતા. ભાવિ દિશા:- આગામી સપ્તાહમાં ભારતીય શેરબજારની દિશા મુખ્યત્વે પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી-વેચવાલી, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેના સંકેતો, વૈશ્વિક બજારોના વલણ, ડોલર ઇન્ડેક્સ તથા ક્રૂડ ઓઇલના ભાવ પર નિર્ભર રહેશે. જો કોર્પોરેટ પરિણામો બજારની અપેક્ષા કરતાં સારા રહેશે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તથા એસ.આઈ.પી. દ્વારા નાણાંપ્રવાહ યથાવત્ રહેશે તો બજારમાં નીચલા સ્તરેથી ખરીદીનું વલણ વધુ મજબૂત બની શકે છે. જોકે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા મૂલ્યાંકન, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ટૂંકા ગાળામાં બજાર પર દબાણ જાળવી રાખી શકે છે. ટેકનિકલ દૃષ્ટિએ મુખ્ય આધાર સ્તરો ઉપર બજાર ટકી રહેશે તો બેન્કિંગ, ફાર્મા, પાવર, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી શકે છે. બીજી તરફ મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં વૈશ્વિક સંકેતોના આધારે વધઘટ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી ઊંચી રહેવાની સંભાવના હોવાથી રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે તબક્કાવાર રોકાણની વ્યૂહરચના અપનાવવી જોઈએ. લાંબા ગાળે ભારતના મજબૂત આર્થિક પાયા, સતત સ્થાનિક રોકાણ, માળખાકીય વિકાસમાં વધારો અને સુધરતા કોર્પોરેટ પરિણામોના આધારે બજારનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક રહેવાની સંભાવના છે, જ્યારે ટૂંકા ગાળામાં વધઘટ અને નફાવસૂલી યથાવત્ રહી શકે છે. નિફ્ટી ફ્યુચર બંધ:- (23830):- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઇન્ટના પ્રથમ અને 23474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23909 પોઇન્ટથી 24008 પોઇન્ટ, 24008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ (1939):- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1888 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1974 થી રૂ.2002 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1990 ઉપર તેજી તરફી ધ્યાન...!! આઈસીઆઈસીઆઈ બેંક (1432):- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1408 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1398 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1454 થી રૂ.1460 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (1063):- રૂ.1047નો પ્રથમ તેમજ રૂ.1030ના બીજા સપોર્ટથી FMCG સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1078થી રૂ.1099 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (૯૪૫):- મેટલ અને એલ્યુમિનિયમ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.898ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.963થી રૂ.989 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.970 ઉપર તેજી તરફી ધ્યાન...!! ઇન્ડિયન બેંક ( 817):- ટેકનીકલ ચાર્ટ મુજબ જાહેર ક્ષેત્રની બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.803૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.790 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.834 થી રૂ.850 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! એચડીએફસી બેંક (742):- રૂ.723નો પ્રથમ તેમજ રૂ.707ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.757 થી રૂ.770 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    28 years on tentative list, Sarnath now a UNESCO World Heritage Site
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:શિક્ષણ મંત્રી પ્રધાનનું રાજીનામું, પ્રહ્લાદ જોશીને ચાર્જ; કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન સમાપ્ત; ગુજરાત-આસામમાં પૂરથી 8 લાખ લોકો પ્રભાવિત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment