Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બે રેસ્ક્યુ ઓપરેશન:નિઝામપુરામાં વૃદ્ધ પહેલા માળેથી વરસાદી કાસમાં પટકાતા, વાસણા-ભાયલીમાં યુવક લિફ્ટમાં ફસાયો; દરવાજો તોડીને બહાર કઢાયો

    19 घंटे पहले

    વડોદરા શહેરમાં સમી સાંજે ફાયર વિભાગને બે અલગ અલગ ઇમરજન્સી કોલ મળતા બે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. એક બાજુ વૃદ્ધ વ્યક્તિ પહેલા માળેથી પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે બીજી ઘટનામાં એક યુવક લિફ્ટમાં ફસાઈ જતા ગભરાઈ ગયો હતો. બંને બનાવોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતા કોઈ જાનહાની થઈ નથી. પહેલા માળેથી વૃદ્ધા વરસાદી કાસના કિનારે પટકાયા પ્રથમ બનાવ શહેરના નિઝામપુરા સરદાર નગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ હરિસિંહ મધુકા પહેલા માળેથી પટકાઈ ગયા હતા. તેઓ બાજુમાંથી પસાર થતી વરસાદી કાસના કિનારે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પહોંચીને તેમને રેસ્ક્યુ કર્યા અને પહેલા માળે લઈ આવી ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા ફતેગંજ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વાસણા-ભાયલીમાં યુવક 25 મિનિટ લિફ્ટમાં ફસાયો બીજી ઘટના વાસણા ભાયલી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ સામે આવેલા એરિસ્ટો કોમ્પ્લેક્સમાં બની હતી. અહીં ત્રીજા માળે ઓફિસમાં કામ કરતા ભાવિક વાઘેલા નીચે આવતા હતા ત્યારે લિફ્ટ બીજા માળે અચાનક બંધ પડી ગઈ હતી. તેઓ 25 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા . દરમ્યાન તેઓએ ફાયર વિભાગને કોલ કર્યો હતો. ફાયર વિભાગે દરવાજો તોડીને બહાર કઢાયો વાસણા ફાયર સ્ટેશનની ટીમને કોલ મળતા ની સાથે જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લિફ્ટનો દરવાજો તોડીને ભાવિક વાઘેલાને બહાર કાઢ્યા હતા. લાંબા સમય સુધી લિફ્ટમાં ફસાયા પછી રેસ્ક્યુ થતાં યુવકના જીવમાં જીવ આવ્યો હતો. બંને બનાવોમાં ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત પ્રતિસાદને કારણે મોટી આપત્તિ ટળી છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું ઘટનાસ્થળે જ મોત:પૂરઝડપે આવતી કારની ટક્કરે ભીષ્મની ગાડી ફંગોળાઇ મેદાનમાં પલટી ખાઈ ગઈ, 2 ઓગસ્ટે મૃતદેહ આવશે
    Next Article
    આજે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે SEOCમાં સમીક્ષા કરી, 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment