Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાના વિરામ બાદ સુરેન્દ્રનગર મનપા એક્શન મોડમાં:રોગચાળો રોકવા દવાનો છંટકાવ અને લાઈન રીપેરીંગ

    12 hours ago

    સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વોર્ડવાઇઝ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરી છે. રતનપર ખાતે જૂની દર્શન સ્કૂલ પાસે રસ્તા પર પડેલું ઝાડ તાત્કાલિક હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. પીએનટી ક્વાર્ટર્સ, ગણપતિ ફાટસર, નવો 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, માળોદ ચોકડી, ચમારજ ગામ અને ખાણ વિસ્તાર સહિતના વિવિધ વોર્ડોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યાં જરૂર જણાઈ ત્યાં કોરી વેસ્ટ નાખવામાં આવ્યો હતો અને લીકેજ પાણીની લાઈનોનું સમારકામ પણ કરાયું હતું. વરસાદી માહોલને કારણે રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ અને ચૂનાનો પાવડર પણ છાંટવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો, ઝૂંપડપટ્ટી અને ભોગાવો નદી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા નાગરિકોને સેલ્ટર હાઉસમાં રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેમના આરોગ્યની દેખરેખ માટે આરોગ્ય વિભાગની ત્રણ ટીમો પણ તૈનાત કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનરોએ અંજુ-મંજુ અને રામનગર પમ્પિંગ સ્ટેશન, રિવરફ્રન્ટ તેમજ ધોળીધજા ડેમની મુલાકાત લીધી હતી. તેમણે વરસાદ બાદ ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહી છેવાડાના વિસ્તારોના લોકો સાથે સતત સંપર્કમાં રહેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કામગીરી તાત્કાલિક હાથ ધરવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Vinicius Jr's Real Madrid Future In Doubt? This Premier League Side Plots Stunning Move
    Next Article
    રાજકોટમાં 3 સ્થળે ખાનગી મેળા યોજાશે:જન્માષ્ટમીમાં નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ અને 150 ફૂટ રિંગરોડ પરના પ્લોટમાં પ્રાઇવેટ મેળાની મંજૂરી મંગાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment