Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાનની હત્યા કરતા 3 શખ્સો ઝડપાયા:150 ફૂટ રીંગરોડ પર પાનમાવા ખાવા જેવી નજીવી તકરારમાં યુવાનને છરીના ઘા મારી પતાવી દીધો

    1 day ago

    રાજકોટ શહેરમાં માત્ર પાનમાવા ખાવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીની ઘટના હત્યા સુધી પહોંચી હતી. 13 ઓક્ટોબરના 150 ફૂટ રીંગરોડ પર આસ્થા ચોકડી પાસે આવેલી ડિલક્ષ પાનની દુકાન પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પરેશ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. જે ઘટનામાં પોલીસે અનિલ ઉર્ફે કાનો પરમાર, ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડ અને સગીર મળી 3 શખ્સોની ધરપકડ કરી છે. પાનની દુકાન પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંક્યા રાજકોટ શહેર ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમમાં જાણ થઈ હતી કે, 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોકડી પાસે આવેલી ડિલક્ષ પાનની દુકાન પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પરેશ ચૌહાણ નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવામાં આવતા સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ શહેરનો તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો. 4 શખસો વિરુદ્ધ ફરિયાદની નોંધણી કરવામાં આવી હતી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ ખાતે પહોંચીને CCTV તપાસ્યા હતા. CCTV તપાસતા હત્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયું હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ સમગ્ર મામલે મૃતક પરેશ ચૌહાણના પિતા ટાભજી ચૌહાણ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103(1) સહિતની કલમ અંતર્ગત અનિલ ઉર્ફે કાનો, રાધે સહિતના ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અનિલ ઉર્ફે કાનો પરમાર, ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડ તેમજ એક સગીરને ઝડપી પાડવામાં આવ્યો છે. કાનો અને તેના એક મિત્રએ ટુ-વ્હીલર પર આવી ઝપાઝપી શરુ કરી ટાભજીભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 13 ઓક્ટોબર, 2026ના રોજ આશરે બે વાગ્યાની આસપાસ પરેશ તેના મિત્રો હાર્દિક રાઠોડ, કુલદીપ વાઘેલા, પંકજ રાઠોડ, મીત વાઘેલા અને અવિનાશ વાઘેલા સાથે 150 ફૂટ રિંગ રોડ પર આસ્થા ચોકડી પાસે આવેલી ડીલક્સ પાનની દુકાન નજીક બેઠો હતો. આ દરમિયાન કાનો અને તેનો એક મિત્ર ટુ-વ્હીલર પર ત્યાં આવ્યા હતા. કાનાના મિત્રએ પરેશ સાથે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ કરી હતી. જે બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. કાનો અને તેની સાથે આવેલા શખ્સે પરેશ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. જે બાદ કાનો પાછળના ભાગે જઈ છરી લઈને પરેશ પાસે આવ્યો હતો અને તેના શરીર પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો. રાધેએ પરેશને પકડી રાખી કાનાને છરીના ઘા મારવા કહ્યું હતું. રાધે અને તેની સાથે આવેલા શખ્સે પણ પરેશને ઢીકાપાટુ તથા ઝાપટા મારી હતી. હુમલાખોરોના ડરના કારણે પરેશ સાથે હાજર તેના કેટલાક મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ અવિનાશ વાઘેલાએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ પરેશને ગીરીરાજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આરોપીઓએ પરેશ પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઊતાર્યો પોલીસની પ્રાથમિક તપાસમાં ડીલક્ષ પાન ખાતે પણ નવા ખાવા બાબતે મૃતક પરેશ ચૌહાણ તેમજ અનિલ ઉર્ફે કાના વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ અનિલ ઉર્ફે કાના દ્વારા પોતાના સગીર વયના મિત્રને બનાવ સંદર્ભે વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ સગીરવયના આરોપી દ્વારા ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડને બનાવ સંદર્ભે વાતચીત કરી હતી. ત્યારબાદ ધર્મેશ ઉર્ફે રાધે સહિતના વ્યક્તિઓ ડીલક્ષ પાન ખાતે પહોંચ્યા હતા. તેમજ ત્યાં પહોંચીને પરેશ ચૌહાણ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન પરેશ ચૌહાણ પાસે લાકડી વડે તેણે આરોપીઓ ઉપર હુમલો કર્યો હતો. તેવામાં આરોપીઓ દ્વારા પરેશ ચૌહાણ પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મેશ ઉર્ફે રાઠોડ હિસ્ટ્રી સિટર હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગના ગુના મારામારી, પ્રોહીબિશન, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુના દાખલ થઈ ચૂક્યા છે. તેમજ અનીલ ઉર્ફે કાના વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન ખાતે 3 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગના ગુના જુગાર ધારાની કલમ હેઠળ દાખલ થઈ ચૂક્યા છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા સગીર વયના આરોપીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે પુખ્ત વયના બંને આરોપી અનિલ ઉર્ફે કાનો પરમાર અને ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડને કોર્ટમાં રજૂ કરાયા છે. હજુ પણ એક વ્યક્તિની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં બારૂદી સુરંગ સાથે અથડાઈને જહાજ ડૂબ્યું:યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર આવું થયું, 2500 કન્ટેનર હતા
    Next Article
    Pradhama Drishtya Kuttakkar Director Reacts To Drishyam Comparisons

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment