Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદમાં જોખમી સગર્ભાની સુરક્ષિત પ્રસૂતિ:આરોગ્ય કર્મચારીઓની સતર્કતાથી માતા-બાળક સુરક્ષિત

    1 week ago

    પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને વિકટ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીથી રાધનપુર તાલુકાના નાનીપીપળી ગામની અતિ જોખમી સગર્ભા ઠાકોર કંચનબેન અશોકભાઈનો સરકારી હોસ્પિટલમાં સફળ અને સુરક્ષિત પ્રસવ કરાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નાનીપીપળી ગામના કંચનબેન અશોકભાઈને ફીમેલ હેલ્થ વર્કર (FHW) રાઠોડ અમીબેન અને આશા કાર્યકર બહેન દ્વારા વરસાદી માહોલમાં પણ સમયસર સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે જવાની સમજણ આપવામાં આવી હતી. બંને આરોગ્ય કર્મચારીઓના સતત માર્ગદર્શન હેઠળ સવારે આશરે 9:00 વાગ્યે તેમને રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના તબીબો અને આરોગ્ય સ્ટાફની સઘન દેખરેખ અને યોગ્ય સારવારના પરિણામે બપોરે આશરે 1:15 વાગ્યે કંચનબેને સુરક્ષિત રીતે પુત્રને જન્મ આપ્યો. નવજાત શિશુનું જન્મ સમયે વજન 2.6 કિલોગ્રામ નોંધાયું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. આ સમગ્ર કામગીરીમાં ફીમેલ હેલ્થ વર્કર રાઠોડ અમીબેન, આશા કાર્યકર બહેન તેમજ રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય સ્ટાફે સેવાભાવ, સંકલન અને સમયસરની કામગીરી દ્વારા અતિ જોખમી સગર્ભાનો સુરક્ષિત પ્રસવ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વરસાદી સંજોગોમાં પણ સગર્ભા માતાઓની સતત દેખરેખ, સમયસર હોસ્પિટલમાં રીફરલ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રત્યે આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતાનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-વિરમગામ હાઇ-વે વાહનચાલકો માટે શરૂ:એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો, 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો
    Next Article
    Rail services on Mumbai-Gujarat corridor back on track

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment