Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારા-નાસિક હાઈવે પર ત્રણ ટ્રક ફસાઈ:કાદવ અને ખાડાને કારણે માર્ગ ઠપ્પ, હજારો મુસાફરો અટવાયા

    2 days ago

    ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા સાપુતારા-નાસિક હાઈવે પર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. મહારાષ્ટ્રના ઘાઘબારી વિસ્તારમાં કાદવમાં એકસાથે ત્રણ ભારે ટ્રક ફસાઈ જતાં હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે હજારો મુસાફરો અને વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલ સાપુતારા-નાસિક માર્ગના નવીનીકરણ અને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન પણ રોડ નિર્માણ ચાલુ હોવાથી ઘાઘબારી વિસ્તારમાં માર્ગ પર ભારે કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. અનેક સ્થળોએ રોડની બાજુની માટી માર્ગ પર આવી જતાં તેમજ મોટા ખાડા પડી જતાં વાહનવ્યવહાર જોખમી બન્યો હતો. આ પરિસ્થિતિમાં પસાર થઈ રહેલી ત્રણ ભારે ટ્રકો કાદવમાં ઊંડે સુધી ફસાઈ ગઈ હતી, જેના કારણે આખો માર્ગ બંધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને માર્ગ નિર્માણ એજન્સીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેસીબી અને હિટાચી સહિતની ભારે મશીનરીની મદદથી ટ્રકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, કાદવ ખૂબ જ ઊંડો અને ચીકણો હોવાથી શરૂઆતના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ વધુ મશીનરી મંગાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્ગ બંધ થતાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસો સહિત અનેક ખાનગી વાહનો અને માલવાહક ટ્રકો રસ્તામાં અટવાઈ ગયા હતા. માર્ગના બંને તરફ વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચોમાસામાં આ માર્ગ પર કાદવ, ખાડા અને અધૂરા રોડ નિર્માણને કારણે વારંવાર આવી સમસ્યાઓ સર્જાય છે. વાહનચાલકોએ માર્ગની યોગ્ય જાળવણી અને નિર્માણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરવા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું:કલેક્ટરેસ્થળ નિરીક્ષણ કરીને નુકસાન સર્વે અને વળતર ચૂકવવા આદેશ કર્યો
    Next Article
    કડીમાં આકાશી આફત વચ્ચે 108ની ટીમ સરાહનીય કામગીરી:કેડસમા પાણીમાં ઝોળી બનાવી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment