Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું:કલેક્ટરેસ્થળ નિરીક્ષણ કરીને નુકસાન સર્વે અને વળતર ચૂકવવા આદેશ કર્યો

    2 days ago

    મોરબી નજીક ઘૂંટુ ગામ પાસે આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં શુક્રવારે સાંજે ગાબડું પડ્યું હતું. આ ઘટનાને કારણે કેનાલનું પાણી કાલિન્દ્રી નદી તરફ વહી ગયું હતું અને કેટલાક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. શનિવારે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કલેક્ટરે કેનાલમાં પાણીનું પ્રમાણ ઘટતાં જ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો આ પાણીના કારણે આસપાસના ખેડૂતોના પાકને નુકસાન થયું હોય, તો તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારના નીતિ-નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે. આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, નર્મદા મોરબી બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર એમ.એ. ખોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ઘોડાધ્રોઈ ડેમની પણ મુલાકાત લીધી હતી. તેમણે જળાશયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને ડેમની જળસપાટી, સુરક્ષા વ્યવસ્થા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વધુમાં, કટોકટીના સમયે સ્થાનિક નાગરિકોના સલામત સ્થળાંતર માટે જીકીયારી ગામ નજીક આવેલા આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) ની વિગતો મેળવી પૂર્વતૈયારીઓ અંગે પણ તાગ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારતે T20 વર્લ્ડ કપ પછી પહેલી સિરીઝ જીતી:ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું; ઈશાન-તિલકની ફિફ્ટી, અભિષેક શર્માએ 3 વિકેટ ઝડપી
    Next Article
    સાપુતારા-નાસિક હાઈવે પર ત્રણ ટ્રક ફસાઈ:કાદવ અને ખાડાને કારણે માર્ગ ઠપ્પ, હજારો મુસાફરો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment