Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછા હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો:પુરાવાના અભાવે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી સોલંકી નિર્દોષ મુક્ત, પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં નિષ્ફળ

    11 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં બે વર્ષ અગાઉ સ્વામી આત્માનાંદ સરસ્વતી ઉદ્યાન પાસે બનેલી ચકચારી હત્યાની ઘટના અંગે અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. વરાછા હત્યા કેસની સુનાવણી પૂર્ણ થતાં સુરતની સેશન્સ કોર્ટે આરોપી સામે કોઈ નક્કર કે સબળ પુરાવો ન મળતાં તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. નજીવી બાબતે જૂથ અથડામણ થઈ હતી પોલીસ તપાસની વિગતો અનુસાર, બે વર્ષ અગાઉ વરાછા વિસ્તારમાં આવેલા સ્વામી આત્માનાંદ સરસ્વતી ઉદ્યાન નજીક નજીવી બાબતે જૂથ અથડામણ થઈ હતી. બોલાચાલી બાદ ઉગ્ર બનેલી આ અથડામણમાં એક વ્યક્તિની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદી સુનીલ કરીગા ચૌધરીની ફરિયાદના આધારે વરાછા પોલીસ મથકે ગેરકાયદે મંડળી રચી હુમલો કરવા તથા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવીને ફરિયાદીના ભાઈ, જમાઈ તેમજ ભાણેજો પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી નારણ સોલંકી પર મૃતકને છરીના ઘા મારીને હત્યા કરવાનો મુખ્ય આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ આ કેસની અંતિમ સુનાવણી સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના સિનિયર એડવોકેટ પી.ટી. રાણાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારી પક્ષ (પ્રોસિક્યુશન) આરોપી સામેનો કેસ શંકારહિત રીતે સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. આ ઉપરાંત કેસના મુખ્ય સાક્ષીઓ કે અન્ય કોઈ ચક્ષુદર્શી સાક્ષીઓએ ફરિયાદીની રજૂઆતને સમર્થન આપ્યું નથી અને તેમની જુબાનીઓમાં ભારે વિસંગતતાઓ જોવા મળી છે. કોર્ટે આપી તુરંત મુક્તિ બચાવ પક્ષના વકીલની કાયદાકીય દલીલો, સાક્ષીઓની જુબાનીઓમાં રહેલા વિરોધાભાષ અને સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના અભાવને ધ્યાન પર રાખીને સેશન્સ જજે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી નારણ સોલંકીને આરોપોમાંથી દોષમુક્ત ઠરાવી તુરંત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા સાથે બે વર્ષ જૂના વરાછા હત્યા કેસનો અંત આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પત્નીના પ્રેમીનું પતિ પર ફાયરિંગ:ગોળી મારી યુવકની હત્યાનો પ્રયાસ, પત્ની પતિના મિત્ર સાથે ભાગી ગઈ હતી
    Next Article
    ચીખલીના યુવાન સાથે 4.07 લાખની છેતરપિંડી:થાર વેચવાના બહાને ઠગાઈ કરનાર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment