Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પત્નીના પ્રેમીનું પતિ પર ફાયરિંગ:ગોળી મારી યુવકની હત્યાનો પ્રયાસ, પત્ની પતિના મિત્ર સાથે ભાગી ગઈ હતી

    18 hours ago

    અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં એક યુવકની પત્ની તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી. જે બાદ બંને મિત્ર વચ્ચે દુશ્મની થઈ હતી. પત્નીના પ્રેમીએ જ પતિ પર ફાયરિંગ કર્યું છે. જેમાં યુવકને ગોળી વાગતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિ જેલમાં હતો, પત્ની મિત્ર સાથે ભાગી ગઈ ફતેવાડીમાં રહેતો જાવેદખાન પઠાણ છૂટક મજૂરી કરે છે. જાવેદ વર્ષ 2017માં સેન્ટ્રલ જેલમાં પાસાની સજા કાપી રહ્યો હતો. ત્યારે જાવેદની પત્ની જાવેદના જ મિત્ર મુજાહિદ્દ સાકીરઅલી નાઈ સાથે ભાગી ગઈ હતી. જેને લઈને જાવેદ અને મુજાહિદ્દ વચ્ચે અદાવત છે. જાવેદે મુજાહિદ્દના સાળા સામે ફરિયાદ કરી હતી, જેમાં સમાધાન કરવા જણાવ્યું હતું. જો કે જાવેદે સમાધાન ન કરતા મુજાહિદે જાવેદના વાહનને નુકસાન કરી ગોળી મારી દેવાની ધમકી આપી હતી. પતિ પર પત્નીના પ્રેમીનું ફાયરિંગ વહેલી સવારે 3 વાગે જાવેદ અને તેનો ભાઈ ઘરની બહાર દુકાનમાં બેસી વાતો કરતા હતા. ત્યારે જાવેદ તેનો મિત્ર શહેજાન અને અન્ય શખસ એમ ત્રણ વ્યક્તિ આવ્યા હતા. મુજાહિદે જાવેદને બંદૂક બતાવી જમણા હાથ પર ગોળી મારી હતી. ગોળી મારીને ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. જાવેદને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે ગુનો નોધી મુજાહિદ્દની ધરપકડ કરી છે. 'ફાયરિંગ કરતા જ હું નીચે પડ્યો' ઈજાગ્રસ્ત જાવેદે જણાવ્યું હતું કે, બાબુ કાલિયા, ડેમા અને સહેજાન જે અત્યારે 307 (307) કેસમાં જેલમાંથી છૂટીને આવ્યો છે. દીવાન પોઇન્ટ પર ફાયરિંગ કર્યું હતું અને સાહનુ. આ ત્રણ-ચાર શખસ આવ્યા હતા. બાબુએ પોતાના મોં પર રૂમાલ બાંધ્યો હતો. હું ખુરશી બેઠો હતો. આવીને ગાડી પાછળ છુપાઈને સીધું ફાયરિંગ કરી દીધું. હું નીચે પડ્યો અને ભાગ્યો હતો. મારા ઘરની પાસે પણ 20થી 25 લોકો આવ્યા હતા. જો મને કંઈ પણ થાય છે, તો તેના જવાબદાર બાબુ કાલિયા, ડેમા, સહેજાન અને સાહનુ રહેશે. ફાયરિંગની અન્ય ઘટનાઓ પણ વાંચો: 8 જુલાઈએ રાજકોટમાં કાકા-ભત્રીજા પર 4 રાઉન્ડ ફાયરિંગ રાજકોટમાં 8 જુલાઈએ ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે બુલેટ રેસ કરતા યુવકોને કૃષ્ણદીપસિંહ નામના યુવકે ટોક્યા હતા. તે સમયે તેમના કાકા પણ ત્યાં પહોંચ્યા હતા. આ બાબતે માથાકૂટ થતાં એક છોકરાએ મોટાભાઈને બોલાવ્યો, બાદમાં વધુ બબાલ થતાં મોટાભાઈએ પિતાને બોલાવ્યા. રણજીત વાળા નામના શખસે ઘટનાસ્થળે પહોંચતા જ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા.સંપૂર્ણ સમાચાર વાંચો 2 જુલાઈએ વડોદરામાં ફ્લેટ પર દારૂની મહેફિલ બાદ ફાયરિંગ વડોદરામાં 2 જુલાઈએ વધુ એક ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી હતી. મોડી રાત્રે 1 વાગ્યે શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 પર અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને મકાનમાંથી કારતૂસ મળી આવ્યા હતા. ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં કારતૂસ મળ્યા હતા.સંપૂર્ણ સમાચાર વાંચો 26 જૂનની રાત્રે વડોદરામાં ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ કર્યું વડોદરામાં ગારમેન્ટના વેપારી પર થયેલા ફાયરિંગના આરોપીઓને આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. 26 જૂનના રોજ વાઘોડિયા ચોકડી પર વેપારી પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કાવતરાને ઉઘાડું પાડ્યું છે. ફિજીમાંથી આપવામાં આવેલી સોપારીને અંજામ આપવા આવેલા બે આરોપીઓને છત્તીસગઢથી ઝડપી લેવામાં આવ્યા હતા.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    દાવો- હૂતી વિદ્રોહીઓનો સાઉદી અરેબિયાની રિફાઇનરી પર હુમલો:3 બેલિસ્ટિક મિસાઇલોથી અરામકોને નિશાન બનાવી, આ દેશની પાંચમી સૌથી મોટી ઓઇલ ફેસિલિટી
    Next Article
    વરાછા હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો:પુરાવાના અભાવે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી સોલંકી નિર્દોષ મુક્ત, પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં નિષ્ફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment