Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​મધૂબન ડેમ તૂટ્યોની અફવા ફેલાતા સેલવાસ ખાલી થવા લાગ્યું:શ્રમિકો પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળે જવા રસ્તા પર દોડવા લાગ્યા, તંત્રએ કહ્યું- આ ફેક ન્યૂઝ છે, ઘરે જાઓ અને શાંતિ જાળવો

    23 घंटे पहले

    વલસાડ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર મધુબન ડેમમાં તિરાડ પડી હોવાની અને ડેમ તૂટ્યો હોવાની અફવા ફેલાતા અફરા તફરી મચી ગઈ હતી. આ અફવા વાયરલ થતાં જ વલસાડને અડીને આવેલા સેલવાસમાં રહેતા શ્રમિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડરના માર્યા અનેક શ્રમિકોએ પોતાના પરિવાર અને સામાન સાથે સુરક્ષિત સ્થળોએ જવા માટે રસ્તા પર દોડવા લાગ્યા હતા. ​આ અફવાને પગલે વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાને તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા જારી કરીને અફવાનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે. લોકો સામાન સાથે રસ્તા પર ઉતરી પડ્યા ખાસ કરીને સેલવાસમાં રસ્તાઓ પર લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. 'મધૂબન ડેમ તૂટી ગયો છે અને પૂરનું પાણી ઝડપથી આવી રહ્યું છે' આ પ્રમાણેની અફવા એટલી ઝડપથી ફેલાઈ હતી કે લોકો પોતાના નાના બાળકો, પરિવારજનો અને ઘરનો સામાન તથા ટ્રાવેલિંગ બેગ ખેંચીને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે ઉતાવળ કરી રહ્યા હતા. રસ્તા પર બસો અને વાહનોની પણ ભીડ જામી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને લોકોને શાંત પાડવા માટે તંત્ર આગળ આવ્યું હતું. તંત્ર દ્વારા લાઉડસ્પીકરથી લોકોને સતત અપીલ કરી રહ્યા છે. લાઉડસ્પીકરથી જાહેરાત કરાઈ રહી છે કે, કોઈ ડેમ તૂટ્યો નથી, આ પૂરેપૂરી ફેક ન્યૂઝ છે! સરકાર આપણી પૂરી મદદમાં છે. આપ આપના ઘરે જાઓ અને શાંતિ જાળવો. વરસાદના કારણે જે નુકસાન થયું છે તેને સુધારો, અફવાઓ પર ધ્યાન ન આપો. જો એવું કંઈ પણ થશે તો સરકાર અને તંત્ર દ્વારા પહેલા મેસેજ આપવામાં આવશે. કૃપા કરીને રસ્તો ખાલી કરો અને પોતાના ઘરે જાઓ." તંત્ર અને પ્રશાસનની અપીલ સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિસ્તારમાં કોઈ પણ ડેમ તૂટ્યો નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પોલીસે અને સ્થાનિક પ્રશાસને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ કે ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવો અને સત્તાવાર સૂચનાઓની જ રાહ જોવી. ​કલેક્ટરે વીડિયો સંદેશ જારી કરીને માહિતી આપી વલસાડ કલેક્ટર નિતિન સાંગવાને તમામ નાગરિકોને અફવાઓથી ન ડરવા અને સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દમણગંગા, મધુબન ડેમ કે કોલક નદી અથવા અન્ય કોઈ ડેમમાં તિરાડ પડી હોવાની કે ડેમ તૂટવાના કારણે પાણીનો મોટો ફ્લો આવી રહ્યો હોવાની વાત તદ્દન પાયાવિહોણી અને માત્ર એક અફવા છે. ડેમ સુરક્ષિત છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોએ આવી અફવાઓમાં ન આવવું અને તેને આગળ ફેલાવવી પણ નહીં. જે લોકો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ખોટી માહિતી અને અફવાઓ ફેલાવશે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલાહ આપી હતી કે, આવી કોઈપણ માહિતી મળે તો સૌથી પહેલા મામલતદાર કચેરી, જિલ્લા તંત્ર કે સંબંધિત સત્તાવાર અધિકારીઓ પાસે માહિતીની ખરાઈ કરવી અને ત્યારબાદ જ વિશ્વાસ કરવો. ​તંત્ર દ્વારા હાલ તમામ નદી અને ડેમ વિસ્તાર પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે અને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પરસુંદમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યૂ:પાણી ભરાયેલા રસ્તા પર ટ્રેક્ટરથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ, નલિયા ડીપનો રસ્તો પાણીમાં ડૂબ્યા
    Next Article
    બેંગલુરુના દિવાકર રેડ્ડી મોપેડ પર ભરૂચ પહોંચ્યા:998 દિવસમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું, 'ઓલ ઈન્ડિયા ટ્રિપ' હેઠળ રોડ સેફ્ટી જનજાગૃતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment