Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુના દિવાકર રેડ્ડી મોપેડ પર ભરૂચ પહોંચ્યા:998 દિવસમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું, 'ઓલ ઈન્ડિયા ટ્રિપ' હેઠળ રોડ સેફ્ટી જનજાગૃતિ

    22 घंटे पहले

    બેંગલુરુના દિવાકર રેડ્ડી રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાના અનોખા સંકલ્પ સાથે છેલ્લા ત્રણ વર્ષથી મોપેડ પર દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. 1 નવેમ્બર 2023થી શરૂ થયેલી તેમની 'ઓલ ઈન્ડિયા ટ્રિપ' અંતર્ગત તેઓ અત્યાર સુધીમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી ચૂક્યા છે. 998 દિવસની યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ ભરૂચ પહોંચ્યા હતા. દિવાકર રેડ્ડીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા અને સલામત વાહનચાલન અંગે જાગૃત કરવાનો છે. તેઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોપેડ પર પ્રવાસ કરીને લોકો સુધી રોડ સેફટીનો સંદેશ પહોંચાડી રહ્યા છે. આ યાત્રા દરમિયાન દિવાકર રેડ્ડીએ અનેક ધાર્મિક તેમજ દુર્ગમ સ્થળોની મુલાકાત પણ લીધી છે. તેમનો આગામી લક્ષ્ય 2 લાખ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવવાનો છે. ભરૂચ પહોંચેલા દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી અને આવકાર આપનારા છે. ગુજરાતમાં મળેલા લોકોના સ્નેહ અને સહકારને કારણે તેમની યાત્રાનો અનુભવ વધુ યાદગાર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ​મધૂબન ડેમ તૂટ્યોની અફવા ફેલાતા સેલવાસ ખાલી થવા લાગ્યું:શ્રમિકો પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળે જવા રસ્તા પર દોડવા લાગ્યા, તંત્રએ કહ્યું- આ ફેક ન્યૂઝ છે, ઘરે જાઓ અને શાંતિ જાળવો
    Next Article
    Q1 Results Live Updates: IDFC First Bank Profit More Than Doubles; AU SFB Bottom Line Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment