Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર બાયપાસ બ્રિજ પર પાણી ભરાયા:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થળ નિરીક્ષણ કરી સૂચના આપી

    3 days ago

    હિંમતનગરના મોતીપુરાથી વિજાપુર-અંબાજી બાયપાસ રોડ પર હાથમતી નદીના બ્રિજ પર વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સામાન્ય જનતાને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આજે સ્થળની મુલાકાત લીધી હતી અને તંત્રને બ્રિજ પર પાણી ન ભરાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ પર મોતીપુરા અને જિલ્લા પંચાયત બંને તરફથી વરસાદી પાણી સાથે માટી પણ આવે છે. આ પ્રવાહ વધુ હોવાથી અને પાણીના નિકાલ માટેના હોલ ઓછા હોવાથી પાણી ભરાય છે. તેમણે સંબંધિત અધિકારીઓને હોલની સંખ્યા વધારવા અને પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે સૂચનાઓ આપી હતી, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળી શકાય. આ ઉપરાંત, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગરના મોતીપુરા બાયપાસ રોડ પર વિદ્યાનગરીથી કાટવાડ-હાપા-તાજપુરી માર્ગ પર હાથમતી નદી પર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ચાલી રહેલા બ્રિજ અને રસ્તાના કામકાજનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત વિભાગીય તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન બળવંતસિંહ દેવડા, નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ ચેરમેન જયેશ ભાટી, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન ધર્મરાજસિંહ દેવડા, જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ પ્રશાંત શ્રીમાળી અને ગુલાબસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી પર હાઇકોર્ટનો મોટો આદેશ:ગેરલાયક ઠરેલા સભ્યો પૈકી ૨ બેઠકો પર હાઇકોર્ટે આપ્યો સ્ટે
    Next Article
    ફ્લોર વાઈપર સાથે પાણી નિકાલનો પ્રયાસ:બે દિવસ પહેલા ભારે વરસાદ સમયે શહેરના હરણ સર્કલ પાસેનો વીડિયો સામે આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment