Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસ્મો સચિવ અને તાપી કલેક્ટરે લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત:અધિકારીઓએ પૂરપીડિતો સાથે સંવાદ સાધી આરોગ્ય-રાહત કાર્યોની કરી સમીક્ષા

    14 hours ago

    તાપી જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિના અનુસંધાને વાસ્મોના સચિવ સ્તુતિ ચારણ અને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે રાહત, પુનઃસ્થાપન અને આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.અધિકારીઓએ સૌપ્રથમ વ્યારા શહેરના શંકર ફળિયા-રિવરફ્રન્ટ વિસ્તારની મુલાકાત લીધી. અહીં તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત શહેરીજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સ્થિતિ, નુકસાની અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો વિશે માહિતી મેળવી. સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પીવાના પાણીનો ઉપયોગ કરવા અને આરોગ્યલક્ષી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપી સ્થાનિક તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા .ત્યારબાદ સચિવ સ્તુતિ ચારણે ડોલવણ તાલુકાના પંચોલ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અહીં સુરક્ષિત આશ્રય આપવામાં આવેલા બાળકો સાથે તેમણે સ્નેહભર્યો સંવાદ કર્યો. બાળકોના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપ્યો હતો.આ ઉપરાંત, અધિકારીઓએ પંચોલ ગામના પારસી ફળિયા અને આશ્રમ ફળિયા નજીક ઓલણ નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું. તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણી તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું.વધુમાં, અંતરિયાળ અંધારવાડી વિસ્તારની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો. આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની ક્લોરીનેશન કામગીરી, દવા છંટકાવ અને વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે હાથ ધરાયેલી કામગીરી અંગે સ્થાનિક અધિકારીઓ અને તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી રચનાત્મક સૂચનો અપાયા.આ પ્રસંગે ગ્રામજનોએ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયસર હાથ ધરાયેલી રાહત અને બચાવ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન વાસ્મો સચિવે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી કે રાહત અને પુનઃસ્થાપન કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધે, અસરગ્રસ્ત પરિવારોને તમામ સુવિધાઓ સમયસર મળે અને સ્વચ્છતા તથા જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે.આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈ, વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર, ટીડીઓ અને વ્યારા નગરના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મચ્છુ-2 ડેમ 100% ભરાયો, મોરબીને પાણીની રાહત:મેયર, ધારાસભ્ય, કલેક્ટરની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજન
    Next Article
    Maharashtra TET paper leak key accused, on the run for a month, arrested in Bihar under false identity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment