Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા પોલીસે સજા વોરંટના પાંચ આરોપીને ઝડપ્યા:હિંમતનગર અને ઈડર વિસ્તારમાંથી કાર્યવાહી કરાઈ

    21 hours ago

    સાબરકાંઠા પોલીસે સજાના વોરંટમાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી હિંમતનગર એ-ડિવિઝન અને ઈડર પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે સજાના વોરંટના બે આરોપીઓને ઝડપ્યા હતા. ઈન્દ્રસિંહ અમરસિંહ પરમારને છાપરિયા ચાર રસ્તા પાસેથી પકડવામાં આવ્યા હતા. જ્યારે મહેશ ભીખા વાઘેલાને મહાવીરનગર સર્કલ નજીકથી ઝડપી લેવાયા હતા. મહેશ વાઘેલા ગાયત્રી મંદિર રોડ પરના વાઘેલા વાસમાં રહે છે. ઈડર પોલીસે બડોલી ગામમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાં કાળા બાલા રાવળ, સુધાબેન વિનોદ રાવળ અને વિનોદ લલ્લુ રાવળનો સમાવેશ થાય છે. તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા ન હતા. આથી કોર્ટે તેમને ઝડપી પાડવા માટે સજા વોરંટ જારી કર્યું હતું. ઈડર પોલીસે ત્રણેયને તેમના બડોલી સ્થિત ઘરેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં પંચોલ-પલાસીયાનો પુલ ફરી ધોવાયો:મંજૂર પુલ ન બનતા 7થી વધુ ગામો સંપર્કવિહોણા
    Next Article
    માથું ફૂટ્યું, પગ ભાંગ્યો... હોસ્પિટલથી પાછા ફર્યા, જંતર-મંતર પહોંચ્યા પ્રદર્શનકારી:ફૂલ લઈને ઊભા હતા, લાકડીઓ મળી, પૂછ્યું- ઘરે કેમ ન ગયા, જવાબ સાંભળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment