Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરાણામાં યુવાને ઝાડ સાથે ગળે ફાંસો ખાધો:હારીજ નજીક તળાવ પાસે ઘટના, પોલીસ તપાસ શરૂ

    11 hours ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે એક 28 વર્ષીય યુવાને તળાવની પાળ પાસે ઝાડ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુકરાણા ગામના રહેવાસી પ્રવીણજી કેશાજી મણાજી ઠાકોર (ઉં.વ.28) એ તળાવની પાળ પર આવેલા વરખડીના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધો હતો. તેમના મોટા ભાઈ ભરતજી કેશાજી મણાજી ઠાકોર (ઉં.વ.33) એ આ અંગે હારીજ પોલીસ મથકે જાણ કરી હતી. જાણ થતાં જ હારીજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે બી.એન.એસ.એસ. 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવાને આત્યંતિક પગલું ભરવા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણાના ભડલી ગામે મહાકાય મગર દેખાયો:વન વિભાગે સફળ રેસ્ક્યુ કરી દુર્ઘટના ટાળી
    Next Article
    Jantar Mantar Protest Live Updates: Dharmendra Pradhan resigns, says decision in ‘interest of national unity’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment