Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણાના ભડલી ગામે મહાકાય મગર દેખાયો:વન વિભાગે સફળ રેસ્ક્યુ કરી દુર્ઘટના ટાળી

    12 hours ago

    નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં આજે વહેલી સવારે એક મહાકાય મગર દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. ગામની વસાહત નજીક મગર ફરતો હોવાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક પશ્ચિમ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ વન અધિકારી અરુણ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી હતી. પ્રશિક્ષિત ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં માન્ય રેસ્ક્યુઅર જગદીશ પરમાર, મહેશ સોની અને પશ્ચિમ વન વિભાગના રિશી ગોસ્વામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમે જરૂરી સાધનોનો ઉપયોગ કરીને લાંબી જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ગામલોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા, પરંતુ વન વિભાગે તેમને સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપી હતી. મગરને પકડ્યા બાદ તેને તેની કુદરતી વસાહતને અનુરૂપ અને માનવ વસતીથી દૂર આવેલા સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. વન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર વધવાને કારણે મગરો ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. આવી પરિસ્થિતિમાં, કોઈપણ વ્યક્તિએ મગરને ઉશ્કેરવાનો કે પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી દિવસોમાં જળાશયો અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરતી વખતે સાવચેતી રાખે. જો કોઈ જંગલી પ્રાણી દેખાય, તો ગભરાટ ફેલાવવાને બદલે જવાબદાર તંત્રને જાણ કરીને સહકાર આપવો જોઈએ. સમયસર થયેલી આ રેસ્ક્યુ કામગીરીના કારણે ભડલી ગામમાં સંભવિત દુર્ઘટના ટળી હતી, જેના માટે સ્થાનિકોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કુકરાણામાં 28 વર્ષીય યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી:તળાવની પાળ પાસે ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    કુકરાણામાં યુવાને ઝાડ સાથે ગળે ફાંસો ખાધો:હારીજ નજીક તળાવ પાસે ઘટના, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment