Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન:સક્ષમ પાટણ દ્વારા ઇનામો આપી રમતવીરોને પ્રોત્સાહિત કરાયા

    18 hours ago

    પાટણ ખાતે બહેરા-મૂંગા શાળાના સહયોગથી સક્ષમ પાટણ જિલ્લા શાખા દ્વારા એક કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય અને સક્ષમ પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ ઘેમરભાઈ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સક્ષમના પાટણ જિલ્લા સચિવ રાજેન્દ્રસિંહ ઝાલાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે "સક્ષમ" એ દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક રાષ્ટ્રીય સંગઠન છે. તેની સ્થાપના ૧૮ વર્ષ પહેલા ૨૦ જૂન, ૨૦૦૮ ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે કરવામાં આવી હતી. સક્ષમ દ્વારા વર્ષ દરમિયાન સુરદાસ જયંતિ, રક્ષાબંધન ઉત્સવ, નેત્ર પખવાડિયું, વિશ્વ વિકલાંગ દિવસ, લૂઈ બ્રેઈલ જયંતિ, સક્ષમ સ્થાપના દિવસ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થા માને છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પરિવાર અને સમાજ માટે બોજારૂપ નથી; જો તેમની યોગ્યતા અને ક્ષમતાને ઓળખીને વિકાસ કરવામાં આવે તો તેઓ સ્વાવલંબી બની શકે છે.આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદા, શાળાના માનદમંત્રી દેવેન્દ્રભાઈ સાલવી અને વહીવટી અધિકારી ઉષાબેન બુચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સક્ષમ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સક્ષમ મહિલા સંયોજક વર્ષાબેન જોશી, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને સક્ષમ કાર્યકર્તા મિત્રો સહિત અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બિહાર બંધ- પટનામાં પથ્થરમારો, સીવાનમાં ફાયરિંગ:પેપર લીક મામલે 6 જિલ્લામાં ઉગ્ર પ્રદર્શન, ભાગલપુરમાં લાઠીચાર્જ, SP ઘાયલ; પંજાબમાં Gen-Zનું પ્રદર્શન
    Next Article
    દેવ ગામનું તળાવ ઓવરફ્લો, 100 ઘરોમાં પાણી:રાધનપુર તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment