Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આખા જીવનની પૂજી આ પાણીમાં ગરકાવ થઈ ગઈ...':'હવે લાગતું નથી કે અમે કંઈ ભેગું કરી શકીએ'; નવસારીના અનેક વિસ્તારોમાં પુર બાદની તારાજીનો ચિતાર

    10 घंटे पहले

    દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કુદરતે સર્જેલી પૂરની હોનારત બાદ હવે ધીમે-ધીમે પાણી ઓસરી રહ્યા છે. પૂર્ણા નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે નવસારી શહેર અને આસપાસના વિસ્તારોના 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. પાણી ઉતરતા જ હવે તારાજીનું વાસ્તવિક ચિત્ર સામે આવી રહ્યું છે. શહેરના બંદર રોડ, કાલિયાવાડ અને ખાસ કરીને શાંતાદેવી રોડ જેવા વિસ્તારોમાં ચારેકોર કાદવ-કીચડ, ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ઘરવખરી, વેપાર-ધંધાનો સામાન અને લોકોના સ્વપ્નો કાદવમાં કચડાઈ ગયા છે. ‘હવે તો માત્ર ઈશ્વરનો જ સહારો’ : સ્થાનિકોની વેદના શાંતાદેવી વિસ્તારમાં મોટાભાગે રોજનું રળીને રોજ ખાતા દેવીપૂજક અને શ્રમજીવી પરિવારો વસે છે. લારી-ગલ્લાં, જૂના કપડાં કે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા આ લોકો માટે આ પૂર માત્ર પાણીનું રેલ નહોતું, પરંતુ તેમની આખી જિંદગીની મહેનત પર ફરેલું ફાચર હતું. 'હું એક જ કમાનાર છું, 90 વર્ષના દાદીને પાણીમાંથી માંડ બહાર કાઢ્યા' : અનીતા અસરગ્રસ્ત સ્થાનિક અનીતા ધામેચાએ જણાવ્યું હતું કે, અમે સૌથી નીચાણવાળા વિસ્તારમાં રહીએ છીએ. અપેક્ષા કરતાં વધુ પાણી આવી જતાં અમારું આખું ઘર ડૂબી ગયું અને છાપરું પણ તૂટી પડ્યું. ઘરમાં રાખેલું આખા વર્ષનું અનાજ અને ઘરવખરી બધું તણાઈ ગયું છે. મારા 70 વર્ષના માતા-પિતા અને 90 વર્ષના અશક્ત દાદીને લારીમાં બેસાડીને કમર સમા પાણીમાંથી માંડ બહાર કાઢ્યા હતા. પરિવારમાં હું એક જ કમાનાર છું. કોઈ મની પાવર કે વધારાની આવક નથી. આખી જિંદગીની જમાપૂંજી ધોવાઈ ગઈ છે, હવે ફરીથી સંસાર કેવી રીતે માંડવો એ જ ખબર નથી પડતી. "₹4 લાખનો માલ ફેંકી દેવાનો વારો આવ્યો" પૂરના પાણી ઘરોની સાથે સાથે વેપારી મથકોમાં પણ ફરી વળ્યા છે. નાના-મોટા વેપારીઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે. હની કાપડ સેન્ટરના સંચાલક રેખાબેન ભંડારીએ જણાવ્યું હતું કે, અમારી કાપડની દુકાનમાં અંદાજે ₹4 લાખનો સ્ટોક હતો. પૂરના ગંદા પાણી દુકાનમાં ઘૂસી જતાં કાચ તૂટી ગયા અને કપડાં પર રેલના ડાઘા પડી ગયા. કાપડ પર એકવાર પૂરના ગંદા પાણીના ડાઘા પડે એટલે તે સાવ નકામું થઈ જાય. હવે આ બધો જ માલ ફેંકી દેવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. 24 કલાકમાં નવસારીને ધબકતું કરવાનો દાવો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે મહાસફાઈ અભિયાન અને રોગચાળા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાસફાઈ અભિયાન શરૂ, રોગચાળો અટકાવવા પ્રાથમિકતા મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં પણ પાણી ભરાયા હતા ત્યાં આજે મહાસફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે. હાલ 50થી વધુ ટીમો બંદર રોડ, શાંતાદેવી એરિયા અને કાલિયાવાડમાં કાર્યરત છે. પ્રથમ તબક્કામાં જેસીબી અને ટ્રેક્ટર વડે કચરો તથા કાંપ-કીચડ દૂર કરવામાં આવશે. ત્યાર બાદ ટેન્કરના પાણીથી રસ્તા ધોઈ જંતુનાશક દવાઓ અને મલેરિયલ ઓઈલનો છંટકાવ કરાશે. આગામી 24 કલાકમાં શહેરની સ્થિતિ પૂર્વવત કરવાનો અમારો પ્રયાસ છે. ખમીરવંતું નવસારી ફરી બેઠું થશે દુઃખ, દર્દ અને આર્થિક તારાજીની આ વિકટ ઘડી વચ્ચે પણ નવસારીના લોકોની હિંમત તૂટી નથી. પાલિકા તંત્ર, સ્વયંસેવકો, આરોગ્ય વિભાગ અને સ્થાનિક નાગરિકો હાથ મિલાવીને ગલીઓ અને ઘરો સાફ કરી રહ્યા છે. પૂરના કાદવ વચ્ચે પણ નવસારીનું અડીખમ ખમીર છતું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ શહેર પોતાના જૂના મિજાજ સાથે ફરી ધબકતું થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ------ આ પણ વાંચો નવસારીમાં પૂરનો મહાવિનાશ, સમગ્ર જિલ્લો જળમગ્ન નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા ભયાનક પૂરે સમગ્ર વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જીને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સુરત, બારડોલી અને ગણદેવીને જોડતા તમામ સ્ટેટ હાઇવે બંધ થઈ જતાં સમગ્ર જિલ્લો સંપર્ક વિહોણો બન્યો છે, જ્યારે નવસારી શહેરનો 40 ટકા જેટલો વિસ્તાર કમરબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના વધતા પાણી વચ્ચે પણ સ્થાનિક લોકો અનાજ, કિંમતી સામાન અને ઢોરઢાંખર સાચવવાની લ્હાયમાં ઘરો છોડવા તૈયાર નથી, જેના કારણે રેસ્ક્યૂ બોટ પહોંચવા છતાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાંચો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ ‘CM આવીને જતા રહ્યા પણ સમસ્યા એમની એમ જ’ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહી વચ્ચે નવસારી શહેર અને સમગ્ર જિલ્લામાં બે દિવસ પહેલાં ફરી વરસાદ વરસ્યો હતો. 21 જુલાઈએ સવારે 8:00 વાગ્યાથી બપોર સુધી નવસારી શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.જિલ્લાના 71 રસ્તાઓ પણ બંધ થયા છે. જેથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાંચો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ… 16 ઈંચ વરસાદથી નવસારી પાણીમાં ડૂબ્યું, જુઓ આકાશી નજારો અગાઉ નવસારીમાં આવેલા પુરને કારણે શહેરનો 80% વિસ્તાર જળમગ્ન બન્યો હતો, જે સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવસારી દોડી આવ્યા હતા અને આ મામલે અધિકારીઓ રાજકીય નેતાઓ અને જન પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય મીટીંગ કરી પૂરનો ભોગ બનનાર લોકો માટે મનોમંથન શરૂ થયું હતું, જો કે, પંદર દિવસ બાદ ફરિવાર હાલમાં શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, મહાનગરપાલિકા સહિત જિલ્લા વહીવટી તંત્ર CMના આદેશ બાદ પણ જાગી ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગત 7 જુલાઈએ નવસારીમાં 16 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેર પાણી-પાણી થઈ ગયું હતું.જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નવસારી શહેર ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો હતો. જેથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. (અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાપુરમાં ચોરી અને ગીતામંદિર પાસે લૂંટ:વેપારીની સાથે ફુલહાર કરીને રહેતી મહિલા કબાટમાંથી 30 લાખની સોનાના કોઈન લઈને ફરાર
    Next Article
    સાબરમતી નદીમાં નવા નીરની આવક વધતાં તંત્ર એલર્ટ:સંત સરોવરના 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું, 21 ગામોને એલર્ટ જારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment