Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ:રાહુલ ગાંધીએ કહ્યું- ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં આવે, સરકાર તેમનું મંત્રાલય બદલવાનું વિચારી રહી છે; પરંતુ તે મંજુર નહીં

    9 hours ago

    વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે પેપર લીક મુદ્દે સતત બીજી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, 'ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટવું જ પડશે. સરકાર વિચારી રહી છે કે તેમનું મંત્રાલય બદલી દેવામાં આવે, અમે આવું થવા દઈશું નહીં. પહેલી માંગ એ છે કે શિક્ષણ મંત્રી, જે ભ્રષ્ટ છે, તેમને રાજીનામું આપવું પડશે.' રાહુલે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં આવે. સરકાર વિચારી રહી છે કે તેમનું મંત્રાલય બદલી દઈએ, અમે તેમ થવા દઈશું નહીં. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું કે તેમને તેમના પર ગર્વ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ડરનારા નથી અને તેઓ દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ છે. મોદીએ યુવાનોની માફી માંગવી જ પડશે રાહુલ ગાંધીએ કહ્યું, ‘નરેન્દ્ર મોદીએ યુવાનોની માફી માંગવી જ પડશે. નરેન્દ્ર મોદી ભારતના અતિત (ભૂતકાળ) છે, ભૂતકાળ ક્યારેય ભવિષ્ય સામે લડી શકતો નથી. આ દરમિયાન તેઓ કેટલાક વિદ્યાર્થીઓને પણ સાથે લાવ્યા હતા. રાહુલે શુક્રવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં 20 જુલાઈના વિદ્યાર્થી પ્રદર્શનમાં ઘાયલ થયેલા એક યુવકને સાથે લાવ્યા હતા. રાહુલ ગાંધી સાથે ત્રણ વિદ્યાર્થિનીઓ પણ હતી જેમણે જંતર-મંતર પર 23 દિવસની ભૂખ હડતાળ પર હતી. રાહુલ ગાંધીએ કહ્યું- કાલે મેં તમને એક એવો યુવક બતાવ્યો હતો, જેની આંખમાં ગોળી (છરો) વાગી હતી. આવા હજારો યુવક છે, જેમના પર લાઠીચાર્જ કરીને તેમના પગ ભાંગી નાંખ્યા, માથા ફોડી નાખ્યા અને તેમના શરીરમાં છરા વાગ્યા છે. આ બધુ કરવાવાળા અને તેની યોજના બનાવનાર લોકોને સજા મળવી જોઈએ. વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓ છે, જેના પર કોઈ સમાધાન નહીં રાહુલે કહ્યું- જે અમારા વિદ્યાર્થીઓ છે, જે ભૂખ હડતાળ પર હતા, તેમની સાથે મારી મીટિંગ થઈ, ચર્ચા થઈ, આંદોલન વિશે, આરએસએસ વિશે, હિંદુસ્તાનની જે શિક્ષણ વ્યવસ્થા છે, તેના પર કેવી રીતે કબજો કરવામાં આવ્યો છે. મુખ્ય વાત જે અમે કહેવા માંગીએ છીએ તે એ છે કે વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓ છે, જેના પર કોઈ સમાધાન કરી શકાય નહીં. આ હું નથી કહી રહ્યો, દેશના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. પ્રથમ- શિક્ષણ મંત્રી, જે ભ્રષ્ટ અને અયોગ્ય છે અને જેમનું વલણ ખોટું છે, તેમને હટાવવામાં આવે. કેન્દ્રીય કેબિનેટમાં આ વાત પર ચર્ચા થઈ રહી છે કે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને કોઈ બીજા મંત્રાલયમાં મોકલી દેવામાં આવે. ભારતના વિદ્યાર્થીઓને આ મંજૂર નથી. આ કોઈને પણ મંજૂર નથી. કારણ એ છે કે પ્રધાન ભ્રષ્ટાચાર અને ભારતના બાળકોના ભવિષ્ય સાથે જે થયું છે, તેના પ્રતીક છે. તેઓ દેશની સૌથી કિંમતી વસ્તુ- એટલે કે આપણા વિદ્યાર્થીઓ અને તેમનું ભવિષ્યના વિનાશની નિશાની છે. તેથી, ધર્મેન્દ્ર પ્રધાનને આમતેમ કરવા, પાછળ કે આગળ કરવા જેવી કોઈ વાત નહીં હોય. ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા જ પડશે. બીજી- હજારો યુવાનોના પગ અને માથા લાઠીચાર્જમાં ફુટ્યા છે અને જેમના શરીરમાં છરા વાગ્યા છે. જે લોકોએ આવું કર્યું છે- ભલે તેઓ તેને આયોજિત કરનારા હોય કે તેને અંજામ આપનારા હોય, તેમને સજા મળવી જોઈએ અને તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. ત્રીજી- તે એ છે કે આ સમગ્ર તંત્રના વડા, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિદ્યાર્થીઓ અને દેશના ભવિષ્ય સાથે જે કંઈ પણ થયું છે, તેના માટે માફી માંગવી પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓ છે અને તે સંપૂર્ણપણે બિન-સમાધાનકારી છે. તેમણે કહ્યું કે પ્રથમ માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવાની છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસે વીડિયો શેર કર્યો આ પ્રેસ કોન્ફરન્સ પહેલા કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને NEET પેપર લીક સહિતના તમામ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા અને કેન્દ્ર પર પ્રહાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટનું શીર્ષક છે - વિદ્યાર્થીઓ સાથે, અમે હંમેશા ઊભા હતા, છીએ અને રહીશું. આ પહેલા રાહુલે શનિવારે સવારે X પર પોસ્ટ કરીને કહ્યું, “મોદીજીએ બધું બંધ કરી દીધું પણ તેમનાથી પેપર લીક બંધ ન થયું.” તેમણે લખ્યું કે સરકારે પોતાનો હક માંગી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ વિરુદ્ધ શક્ય તેટલા ક્રૂર પગલાં ભર્યા- મેટ્રો બંધ કરી, રસ્તા બંધ કર્યા, દુકાનો બંધ કરાવી, ઇન્ટરનેટ ઠપ કર્યું અને અહીં સુધી કે ભોજન પણ રોકાવી દીધું. પરંતુ મોદીજી, આટલા અત્યાચાર ગુજાર્યા પછી પણ તમે પેપર લીક બંધ ન કરી શક્યા. રાહુલ બોલ્યા- ધર્મેન્દ્ર પ્રધાન ક્રિમિનલ શિક્ષણ મંત્રી, રાજીનામું આપે શુક્રવારે પોતાના નિવાસસ્થાન 10 જનપથ પર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ઘાયલ થયેલા એક વિદ્યાર્થી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલે કહ્યું, 'ધર્મેન્દ્ર પ્રધાન એક ક્રિમિનલ શિક્ષણ મંત્રી છે. તેઓ આપણી શિક્ષણ વ્યવસ્થાના પતનનું પ્રતીક છે. તેમને જવું જ પડશે. તેમના કારણે જ હજારો લોકો રસ્તાઓ પર છે. તેમણે વિદ્યાર્થીના હાથ, પીઠ અને છાતી પર થયેલા ઘા બતાવ્યા. રાહુલે કહ્યું, હું એ જણાવવા માંગુ છું કે અહીં ઉભેલો મારો ભાઈ તે સમયે પેલેટ ગનથી ઘાયલ થયો હતો, જ્યારે તે તિરંગો લઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. 20 જુલાઈએ નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ યોજી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સાહિલ તેમાંથી એક છે. સાહિલની દ્રષ્ટિ પાછી આવવાની માત્ર 1% શક્યતા રાહુલે જે વિદ્યાર્થીની ઈજા બતાવી. તેનું નામ સાહિલ લોચાબ છે. તે 19 વર્ષનો છે અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના નજફગઢનો રહેવાસી છે. 20 જુલાઈએ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની પેલેટ ગનથી તેની જમણી આંખની રોશની જતી રહી હતી. AIIMSના જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સર્જરી થઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, ડોકટરોએ જણાવ્યું છે કે ઘાયલ આંખની રોશની પાછી આવવાની માત્ર 1% શક્યતા છે, કારણ કે આંખની કીકીને ગંભીર નુકસાન થયું છે. સાહિલ દિલ્હી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ (SOL)નો વિદ્યાર્થી છે. તેની માતા જ્યોતિએ જણાવ્યું, ‘તે પહેલા પણ CJPના પ્રદર્શનમાં ગયો હતો. સોમવારે પણ તે એમ કહીને ગયો કે આ તેના માટે જરૂરી છે અને તેના અભ્યાસ સાથે જોડાયેલો મુદ્દો છે. તે હંમેશા પોલીસ અધિકારી બનવા માંગતો હતો.’
    Click here to Read More
    Previous Article
    આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વધારો રહ્યો:સોનું ₹2,622 વધીને ₹1.44 લાખ પર પહોંચ્યું, ચાંદી ₹7,247 મોંઘી થઈને ₹2.23 લાખ પ્રતિ કિલો થઈ
    Next Article
    બોપલમાં બોટ ફરતી થઈ:ઘુમાના બંગલામાં પાણી ઓસર્યા નથી, ગુરુકુળના શોપિંગ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં 11 ફૂટ પાણી, વરસાદ બાદ અમદાવાદમાં સ્થિતિ વણસી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment