Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરીવ્રતનો આજથી પ્રારંભ:કન્યાઓ ઉત્તમ જીવનસાથી અને સુખી દાંપત્ય માટે કરશે પૂજન

    1 day ago

    હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે કન્યાઓએ મંદિરોમાં, ઘરોમાં અને પીપળાના વૃક્ષ નીચે જવારાનું પૂજન-અર્ચન કરી આરતી ઉતારી હતી. હિંમતનગરમાં ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નાની દીકરીઓએ પીપળાના વૃક્ષ નીચે એકઠા થઈને પૂજા કરી હતી, જ્યારે અન્ય કન્યાઓએ ઘરે જવારાની પૂજા કરી હતી. ગૌરીવ્રત એ જગતજનની માતા પાર્વતીને સમર્પિત કન્યાઓનું પવિત્ર અને શ્રદ્ધામય પર્વ છે. ગુજરાતમાં ખાસ કરીને 5 થી 12 વર્ષની કન્યાઓ ઉત્તમ વરની પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે. કન્યાઓમાં નાનપણથી જ ધૈર્ય, સંયમ, ધાર્મિક સંસ્કારો અને ઉપવાસની આદત કેળવવી એ આ વ્રતનો મુખ્ય હેતુ છે. અષાઢ સુદ પાંચમ, 25 જુલાઈ શનિવારથી આ પવિત્ર ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. વ્રતધારી કન્યાઓ 29 જુલાઈના રોજ પૂનમના પવિત્ર દિવસે ઉત્સાહભેર રાત્રિ જાગરણ કરશે. ત્યારબાદ 30 જુલાઈના રોજ સવારે પવિત્ર જળમાં જવારા વિસર્જન કરીને પારણાં કરશે. વ્રતના પ્રથમ દિવસે કન્યાઓએ વાંસની ટોપલીમાં સાત પ્રકારના ધાન (સપ્તધાન) વાવીને જવારાનો ઉછેર કર્યો હતો. પાંચ દિવસ સુધી દરરોજ સવારે જવારા અને ગોરમાનું દીપ-ધૂપ, પંચામૃત તથા રૂના નાગલા ચડાવી પૂજન કરવામાં આવશે. વ્રતધારી કન્યાઓ પાંચેય દિવસ સવારે ભગવાન સૂર્ય નારાયણની પણ વિશેષ પૂજા-અર્ચના કરશે. આ પાંચ દિવસ દરમિયાન કન્યાઓ મીઠા (નમક) વગરનો મોળો આહાર (અલૂણાં) અથવા ફળાહાર કરીને એકટાણું કરશે. 29 જુલાઈના રોજ પૂનમની રાત્રે કન્યાઓ એકત્ર થઈને ભજન, સ્તુતિ અને ગરબા ગાઈને જાગરણ કરશે. 30 જુલાઈના રોજ સવારે જવારાને નદી, તળાવ કે કૂવામાં પધરાવી, પૂજારીને દાન-દક્ષિણા આપીને વ્રત પૂર્ણ કરવામાં આવશે. પૌરાણિક કથા અનુસાર, વામન બ્રાહ્મણ અને સત્યાએ આ વ્રતના પુણ્ય પ્રભાવથી શિવ-શક્તિની કૃપાથી સંતાન પ્રાપ્ત કર્યું હતું. આ વ્રત માત્ર ઉત્તમ જીવનસાથી માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાનું ખાટલાથી રેસ્ક્યૂ:નવસારીમાં પૂરગ્રસ્તોને સાંજ સુધીમાં સહાયની ખાતરી, સુરતમાં લોકો ઢોર પકડવાના વાહનમાં બેસવા મજબૂર, 7 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    પાટડીમાં સગર્ભાને ખાટલામાં બેસાડી રેસ્ક્યૂ:રસ્તાઓ જળમગ્ન થતા હોસ્પિટલ પહોંચાડવામાં ખાખીએ મદદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment