Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં નર્સિંગ વિદ્યાર્થીનીને દાતાની આર્થિક સહાય:અભ્યાસનો માર્ગ સરળ બનાવ્યો

    2 days ago

    ભુજમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ક્રિષ્ના પરમારને ફી ભરવામાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તેના અભ્યાસ પર વિરામ લાગી જવાની શક્યતા ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપ દ્વારા સમાજના સેવાભાવી દાતાઓને સહાય માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતા આરતીબેન હીતેનભાઈ સોલંકીએ કુ. ક્રિષ્ના પરમારના અભ્યાસ માટે ₹15,000ની આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સહયોગથી વિદ્યાર્થીનીની ચાલુ વર્ષની ફી ભરવાનો માર્ગ સરળ બન્યો છે, અને તે હવે કોઈપણ આર્થિક અવરોધ વિના પોતાનો નર્સિંગ અભ્યાસ આગળ વધારી શકશે. આ પ્રસંગે હીતેનભાઈ સોલંકીએ માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીને મનોબળ પૂરું પાડતાં તેને અભ્યાસમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ તેમણે આગામી ત્રીજા વર્ષની ફી માટે પણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. ચેક અર્પણ કરતી વેળાએ ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપના અશોકભાઈ મેર સહિત આરતીબેન સોલંકી, હિતેનભાઈ સોલંકી અને પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો, જેમાં કોઈપણ પ્રકારના ભવ્ય આયોજન કે પ્રચાર-પ્રસાર વિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીને સહાય પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો. ભુજ રાજપૂત સોશ્યલ ગ્રૂપે દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સમાજમાં આવી સેવાભાવી ભાવના અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્રોત બને છે. શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારનો સહયોગ માત્ર એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતો નથી, પરંતુ સમગ્ર સમાજમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે સકારાત્મક સંદેશ પણ પહોંચાડે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભારે વરસાદ બાદ જનજીવન થાળે પડ્યું:તંત્ર દ્વારા બચાવ, સફાઈ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ
    Next Article
    નદીકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર:સાબરમતી નદીમાં 2,435 ક્યુસેક પાણીની આવક, સંત સરોવરના ગેટ ખોલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment