Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નદીકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર:સાબરમતી નદીમાં 2,435 ક્યુસેક પાણીની આવક, સંત સરોવરના ગેટ ખોલાશે

    2 days ago

    ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સંત સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે જળાશયની જળસપાટી નિયંત્રણમાં રાખવા સિંચાઈ બાંધકામ વિભાગ દ્વારા આગામી કલાકોમાં સાબરમતી નદીના હેઠવાસમાં તબક્કાવાર પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાશે. આને પગલે નદીકાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા તેમજ નદીના પટથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે 2 વાગ્યે સંત સરોવરમાં 2,435 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે જળાશયની સપાટી 50.62 મીટર સુધી પહોંચી હતી. ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી પાણીની આવકમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જળાશયમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવશે, જેના કારણે સાબરમતી નદીના વહેણમાં વધારો થઈ શકે છે. તંત્રએ ગાંધીનગર જિલ્લાના ઈન્દ્રોડા, ધોળાકૂવા, કુડાસણ, રાંદેસણ, કોબા, રાયસણ, નભોઈ, વાવોલ, પેથાપુર, શાહપુર, વલાદ, પાલજ, લવારપુર, ડભોડા, બોરીજ, રતનપુર, કરાઈ, નાના ચિલોડા અને ભાટ તેમજ અમદાવાદ જિલ્લાના સુઘડ, કોટેશ્વર અને મોટેરા સહિતના નદીકાંઠાના ગામોના રહેવાસીઓને આગોતરી સાવચેતી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને નદીના પટમાં અવરજવર, વાહનચાલન, પશુઓને લઈ જવું કે અન્ય કોઈ પ્રવૃત્તિ ન કરવા તેમજ બાળકોને નદીની નજીક ન જવા દેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં નર્સિંગ વિદ્યાર્થીનીને દાતાની આર્થિક સહાય:અભ્યાસનો માર્ગ સરળ બનાવ્યો
    Next Article
    An amputation, a prosthetic leg and a NEET setback: 18-year-old remains focused on her dream of becoming a doctor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment