Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ રન:પ્રતાપનગરમાં ભાજપના વોર્ડ ઉપપ્રમુખે કાર લારીમાં અથાડી, યુવકનું માથું ફાટ્યું

    8 hours ago

    દંતેશ્વરની દ્વારકાદાસ ચાલીમાં રહેતા વોર્ડ-12 ભાજપના ઉપ-પ્રમુખે પ્રતાપનગર રોડ પર લારીને કાર અથાડી ત્યાં કામ કરતા ગોપાલભાઇને ઘાયલ કર્યા હતાં. હજીરા તરફથી આવેલી કારે લારીને ટક્કર મારી હતી. લારી તૂટી ગઇ હતી અને ગોપાલભાઈ પર પડતા તેમનું માથું ફાટી ગયું હતું. ગોપાલભાઈને માંજલપુરની ખાનગી હોસ્પિટલ અને બાદમાં સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. સ્થળ પર લોકોએ પૂછપરછ કરતા કારચાલકે પોતાનું નામ સમીર ગીરીશ પટેલ જણાવ્યું હતું. જે વોર્ડ-12નો ભાજપનો ઉપ-પ્રમુખ છે. ગોપાલભાઈની ભત્રીજી નંદનીએ કહ્યું કે, કારમાં સમીર પટેલ અને અન્ય યુવક દારૂના નશામાં હતા. યુવક ભાગી ગયો હતો, સમીર પટેલ ઈજાગ્રસ્ત સાથે હોસ્પિટલ ગયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો છે. મકરપુરા પીઆઈ એ.એમ.ગોહિલે જણાવ્યું કે, ગુનો નોંધી કાર કબજે લીધી છે. આરોપી ફરાર છે, તેને પકડવા ટીમો કાર્યરત છે. કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સમીર પટેલની કારનાં 6 ઈ-ચલણ 1 વર્ષથી પેન્ડિંગ તપાસમાં જણાયું કે, 2023થી 2025 સુધીમાં સમીર પટેલની કારના 6 ઈ-ચલાણ પેન્ડિંગ છે, જે ભરાયા નથી. આ પૈકી 4 ચલાણ તો માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ જનરેટ થયા હતા, જ્યારે અન્ય 2ની વિગત મળી નહોતી. કાકાની સ્થિતિ ગંભીર, આરોપી ચિક્કાર નશામાં હતો કાકાની સ્થિતિ અત્યંત ગંભીર છે. સમીર પટેલ ચિક્કાર દારૂના નશામાં હતો. લોકોએ તેને પકડીને હોસ્પિટલ મોકલ્યો હતો, પરંતુ તે તક જોઈને હોસ્પિટલમાંથી જ ભાગી ગયો હતો. > નંદની ચૌધરી, ઈજાગ્રસ્તની ભત્રીજી રાત્રે કારમાં દારૂની બોટલ હતી, રૂપિયા પણ હતા, સવારે જોતાં કાર હતી, પણ દારૂની બોટલ ગાયબ અકસ્માત વખતે કારમાં બે લોકો હતા, એક ભાગી ગયો હતો. સમીર પટેલ કાર ચલાવતો હતો. તેણે યુ-ટર્ન લેતી વખતે પૂર-ઝડપે કાર દોડાવી અકસ્માત કર્યો હતો. સ્થળ પર હાજર હરદીપસિંઘ ભદોરિયા મુજબ, તેણે કારમાં દારૂની બોટલ જોઈ હતી. સાથે જ ત્યાં રોકડા રૂપિયા પણ પડ્યા હતા. જોકે તે સવારે કાર પાસે ગયો હતો તો દારૂની બોટલ ગાયબ થઈ ગઈ હતી. આ ગંભીર બાબત છે. પોલીસને દારૂ મળે નહીં, સાથે જ અન્ય ગુનો નોંધાય નહીં તે માટે આ કરાયું હોવાના આક્ષેપ કરાયા હતા. ઘટના સ્થળ પરથી દારૂની બોટલ ગાયબ થઈ તે ગંભીર બાબત છે.
    Click here to Read More
    Previous Article
    ઝિમ્બાબ્વે સામે સતત ત્રીજી સિરીઝ જીતવા ઊતરશે ભારત:બીજી T20 આજે, વૈભવ સૂર્યવંશીએ ગત મેચમાં ફિફ્ટી ફટકારી હતી
    Next Article
    इंस्टा पर मंत्रियों की मजबूत मौजूदगी चाहते हैं पीएम, जानें इस प्लेटफार्म पर कौन कितना बड़ा धुरंधर!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment