Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ત્રણ મેચ રમાશે:પહેલી મેચ આયર્લેન્ડ-સ્કોટલેન્ડ વચ્ચે, ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાનો પડકાર

    1 week ago

    વુમન્સ T20 વર્લ્ડ કપ 2026માં શનિવારે 3 મેચ રમાશે. પ્રથમ મુકાબલો સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં બપોરે 3 વાગ્યાથી રમાશે. માન્ચેસ્ટરમાં જ સાંજે 7 વાગ્યાથી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ આમને-સામને હશે. જ્યારે ત્રીજી મેચ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં રમાશે. પ્રથમ મેચ: આયર્લેન્ડની સ્કોટલેન્ડ પર સરસાઈ સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી 15 વખત આમને-સામને આવી ચૂક્યા છે. તેમાં આયર્લેન્ડનું પલડું ભારે રહ્યું છે, જેણે 9 મેચમાં જીત મેળવી છે. જ્યારે સ્કોટલેન્ડની ટીમને 6 મુકાબલામાં સફળતા મળી છે. આ T20 વર્લ્ડ કપમાં બંનેની પ્રથમ ટક્કર હશે. બંને ટીમના ટોચના ખેલાડીઓ સ્કોટલેન્ડને સારાહ બ્રાઇસ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા સ્કોટલેન્ડ માટે T20માં સારાહ બ્રાઇસ તેમની સૌથી સફળ બેટર રહી છે. તેણે 79 મેચમાં 110.83ના સ્ટ્રાઇક રેટથી 1729 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 67 રન છે. જ્યારે બોલિંગમાં ટીમની નજર કેપ્ટન કેથરીન બ્રાઇસ પર રહેશે. તેણે 60 મેચમાં 4.93ની ઇકોનોમીથી 65 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 8 રન આપીને 4 વિકેટ રહ્યું છે. ગેબી લેવિસ આયર્લેન્ડની શ્રેષ્ઠ બેટર રહી આયર્લેન્ડની કેપ્ટન ગેબી લેવિસ ટીમની હાઈએસ્ટ રન સ્કોરર રહી છે. તેણે 114 મેચમાં 117.14ના સ્ટ્રાઈક રેટથી 3048 રન બનાવ્યા છે. આ દરમિયાન 119 રન તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રહી છે. બોલિંગમાં અર્લિન કેલીએ સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે 66 મેચમાં 6.10ની ઇકોનોમીથી 88 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર 12 રન આપીને 5 વિકેટ રહ્યો છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 સ્કોટલેન્ડ: કેથરીન બ્રાઇસ (કેપ્ટન), સારાહ બ્રાઇસ, એલ્સૈ ક્રેનસ્ટન, સાસ્કિયા હોરલે, ડાર્સી કાર્ટર, લોર્ના જેક, પ્રિયાનાઝ ચેટર્જી, રાચેલ સ્લેટર, અબ્તાહા મકસૂદ, હન્ના રાયની, ક્લો એબેલ. આયર્લેન્ડ: ગેબી લેવિસ (કેપ્ટન), એમી હન્ટર, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, લૌરા ડેલાની, રેબેકા સ્ટોકેલ, જ્યોર્જીના ડેમ્પસે, અર્લિન કેલી, કારા મરે, અલાના ડેલિયન, જેન મેગુઇરે, ફ્રેયા સરજંટ. બીજી મેચ: સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાને માત્ર 2 જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ 8 વખત આમને-સામને આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 મેચ જીતી છે, જ્યારે 1 મેચ સાઉથ આફ્રિકાના નામે રહી છે. બંને ટીમના ટોચના ખેલાડીઓ બેથ મૂનીએ સૌથી વધુ રન બનાવ્યા, મેગન શટ હાઈએસ્ટ વિકેટ ટેકર ઓસ્ટ્રેલિયા માટે T20માં સૌથી સફળ બેટર બેથ મૂની રહી છે. તેણે 118 મેચમાં 125.53ના સ્ટ્રાઈક રેટથી 3545 રન બનાવ્યા છે, જેમાં 117* રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. બોલિંગમાં મેગન શટ ઓસ્ટ્રેલિયાની ટૉપ વિકેટ ટેકર છે. તેણે 125 મેચમાં 6.40ની ઇકોનોમીથી 152 વિકેટ ઝડપી છે, તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 5 વિકેટ છે. કેપ્ટન લૌરા વોલ્વાર્ટ પર સાઉથ આફ્રિકાની નજર સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ ટીમની મુખ્ય બેટર છે. તેણે T20માં 98 મેચમાં 121.97ના સ્ટ્રાઈક રેટથી 2764 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 115* રન છે. જ્યારે બોલિંગની કમાન અનુભવી શબનમ ઈસ્માઈલના હાથમાં હશે. તેણે 113 મેચમાં 5.77ની શાનદાર ઇકોનોમીથી રન આપતા 123 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 12 રન આપીને 5 વિકેટ છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: સોફી મોલિન્યુક્સ (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), બેથ મૂની, એલિસા હીલી, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, મેગન શટ, ટાયલા વ્લાએમિનક. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), તઝમીન બ્રિટ્સ, મારિજાને કેપ, સુને લુસ, શબનીમ ઈસ્માઈલ, ક્લો ટ્રાયોન, નાદિન ડી ક્લાર્ક, સિનાલો જાફ્ટા, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, મસાબતા ક્લાસ. ત્રીજી મેચ: અત્યાર સુધી વેસ્ટ ઇન્ડીઝ પર ન્યૂઝીલેન્ડ ભારે રહ્યું વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ઈન્ટરનેશનલમાં 24 મેચ રમાઈ છે. આમાંથી ન્યૂઝીલેન્ડે 18 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 5 મેચ જીતી શકી છે. 1 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. જેમાં ન્યૂઝીલેન્ડે 3 મેચ અને વેસ્ટ ઇન્ડીઝે 2 મેચ જીતી છે. બંને ટીમના ટોચના ખેલાડીઓ કેપ્ટન હેલી મેથ્યુઝ પાસેથી વેસ્ટ ઇન્ડીઝને અપેક્ષાઓ સ્ટેફની ટેલરે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 134 મેચમાં 34.38ની શાનદાર એવરેજથી 3576 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 90 રન રહ્યો છે. જ્યારે બોલિંગમાં કેપ્ટન હેલી મેથ્યુઝ હાઈએસ્ટ વિકેટ ટેકર રહી છે. તેણે 118 મેચમાં 6.19ની ઈકોનોમીથી 118 વિકેટ ઝડપી છે. તેનો શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10 રન આપીને 4 વિકેટ છે. સુઝી બેટ્સ બેસ્ટ બેટર, સોફી ડિવાઇન બેસ્ટ બોલર ન્યૂઝીલેન્ડ માટે સુઝી બેટ્સ હાઈએસ્ટ રન સ્કોરર રહી છે. તેણે 183 મેચમાં 108.35ની સ્ટ્રાઈક રેટથી 4720 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 124* રન છે. બોલિંગમાં સોફી ડિવાઇન ટીમની સૌથી મોટી તાકાત છે. તેણે 154 મેચમાં 6.71ની ઈકોનોમીથી 128 વિકેટ લીધી છે, તેનો શ્રેષ્ઠ પ્રદર્શન 12 રન આપીને 4 વિકેટ રહ્યો છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 વેસ્ટ ઇન્ડીઝ: હેલી મેથ્યુઝ (કેપ્ટન), શેમાઈન કેમ્પબેલ (વાઇસ-કેપ્ટન), સ્ટેફની ટેલર, રશદા વિલિયમ્સ, ચેડિયન નેશન, ચિનેલે હેનરી, અફી ફ્લેચર, આલિયા એલન, કરિશ્મા રામહરક, શમિલિયા કોનેલ, ઝાઈડા જેમ્સ. ન્યૂઝીલેન્ડ: અમિલિયા કર (કેપ્ટન), સોફી ડિવાઇન (વાઇસ-કેપ્ટન), સૂઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ઇસાબેલા ગેજ, લી તાહુહુ, એડેન કાર્સન, ફ્રેન જોનાસ, રોઝમેરી મેયર.
    Click here to Read More
    Previous Article
    Google AI Mode rolls out Search agents that track the web for you in real time
    Next Article
    વુમન્સ T20 વર્લ્ડકપ- યજમાન ઇંગ્લેન્ડની જીતથી શરૂઆત:શ્રીલંકાને 87 રનથી હરાવ્યું; વ્યાટ-હોજની સદી, ફ્રેયા કેમ્પને 4 વિકેટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment