Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા ચાંદીપુરા સામે એલર્ટ:મ્યુ. કમિશનરની આરોગ્ય વિભાગ સાથે બેઠક, ડસ્ટિંગ, ડોર-ટુ-ડોર સરવે અને ફોગિંગ ઝડપી બનાવવા આદેશ

    1 week ago

    રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાંથી ચાંદીપુરાનો એક કેસ સામે આવી ચુક્યો છે. જ્યારે અન્ય 2 શંકાસ્પદ દર્દી હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે હવે મનપા તંત્ર પણ ચોમાસાની ઋતુમાં ફેલાતા રોગચાળા અને ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરા સામે એલર્ટ બન્યું છે. ચાંદીપુરા ખાસ કરીને 14 વર્ષથી નાની વયના બાળકો માટે વધુ જોખમી હોય તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં આજે આરોગ્ય, પર્યાવરણ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કમિશનરે આરોગ્ય વિભાગની ટીમોને શહેરમાં ડોર-ટુ-ડોર સરવે વધારવા તેમજ બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો જણાય તો તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યા છે. પેસ્ટિસાઇડ સ્પ્રેઇંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ ચાંદીપુરા જેનાથી ફેલાય છે તે સેન્ડફ્લાય (રેતીની માખી) અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે કાચા મકાનો, દીવાલોની તિરાડોમાં સઘન ડસ્ટિંગ, ફોગિંગ, પેસ્ટિસાઇડ સ્પ્રેઇંગની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવા જણાવાયું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને શંકાસ્પદ કેસો માટે તાત્કાલિક નિદાન, આઇસોલેશન સુનિશ્ચિત કરવા તેમજ ગમાણ-તબેલા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચના અપાઈ છે. મનપા દ્વારા નાગરિકોને ગભરાયા વગર બાળકોની વિશેષ સંભાળ રાખવા અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈ સ્ટે. ચેરમેન પીપળીયા ફિલ્ડમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ મનપાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા આજે નાગરિક બેંક ચોક ખાતે આવેલા મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ફાયર બ્રિગેડની કામગીરી તેમજ ઇમરજન્સી સેવાઓની પૂર્વતૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં નોંધાયેલા વરસાદ, વૃક્ષો પડવાની ઘટનાઓ, વરસાદી પાણીના નિકાલ, હોર્ડિંગ્સ તથા અન્ય ઇમરજન્સી ફરિયાદોના નિકાલ અંગે હાથ ધરાયેલી કામગીરીની વિગતો તેમણે મેળવી હતી. આ સાથે ઇમરજન્સી માટે ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ સાધનસામગ્રી, વાહનો અને સ્ટાફની સજ્જતા ચકાસી હતી. અને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે તમામ ફાયર સ્ટેશનોને સ્ટેન્ડબાય રહેવા અને સ્ટાફ તથા સાધનોને કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં સતત મોનિટરિંગ રાખી નાગરિકોને સમયસર સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી કામગીરી કરવા નિર્દેશ અપાયા હતા. નાસીક-અમદાવાદની ફ્લાઇટને રાજકોટ ડાયવર્ટ કરાઇ અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે રેલ સાથે હવાઇ સેવાને માઠી અસર પડતા આઇ મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. નાસીકથી અમદાવાદ જઇ રહેલી ફ્લાઇટને રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે અમદાવાદમાં અતિભારે વરસાદમાં સાંજની ઇન્ડિગોની નાસીક-અમદાવાદ ફ્લાઇટનું ભારે વરસાદને કારણે લેન્ડીંગ નહીં થતાં વિમાનના પાયલોટે નજીકના રાજકોટ ઇન્ટરનેશનલ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધતા આ ફ્લાઇટને લેન્ડિંગ માટે પરમીશન મળતા સાંજે 7-30 કલાકે આ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટમાં સફળતાપૂર્વક લેન્ડીંગ થયું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટનું હવામાન સ્પષ્ટ થતાં નાસીક-અમદાવાદની ફ્લાઇટ રાજકોટથી રાત્રે 8-45 વાગ્યે ટેકઓફ થઇ અમદાવાદ પહોંચી હતી. અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. 15 રેશનીંગ વેપારીઓને પાંચ લાખથી વધુનો દંડ ફટકારતા ડીએસઓ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ જિલ્લાનાં જુદા-જુદા તાલુકાનાં 15 જેટલા રેસનીંગ દુકાનદારોને રૂા.5.37 લાખનો દંડ ફટકારી અને ઉપલેટા તાલુકાનાં રબારીકા ગામનાં લક્ષીબેન વાંસકિયાનો પરવાનો કાયમી રીતે રદ કરી દીધો છે. આ પરવાનેદારને રૂા.3.57 લાખનો દંડ પણ કર્યો છે. આ ઉપરાંત પુરવઠા અધિકારીએ જથ્થામાં વધ-ઘટ બદલ જિલ્લાનાં ત્રંબા, પીઠડીયા, હડમતીયા (ખાંડા), જસદણ, નવાગામ (આણંદપુર), માધાપર, મેટોડા, જેતપુર શહેર, સોખડા, રાજકોટ શહેર, બેડી શાપર (વેરાવળ) અને કુવાડવા ગામનાં રેશનીંગ પરવાનેદારોને રૂા.1 હજારથી માંડી 24 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે અને જથ્થામાં નિયમિતતા જાળવવા માટે વેપારીઓને તાકીદ કરી છે. મટન માર્કેટના વધુ 7 વેપારીઓને 70 હજારનો દંડ ફટકારતા અધિક કલેક્ટર રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક સનિરીક્ષણ અને ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પરાબજાર ખાતે આવેલ કૃષ્ણપરા મટન માર્કેટમાં દરોડા પાડી મટન અને ચિકનના સેમ્પલો મેળવી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ ખાદ્યપદાર્થો અનહાઈજેનિક અને અનસ્ટેમ્પ્ડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અધિક કલેક્ટર બારોટની કોર્ટમાં કેસ ચાલતા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નસીબ મટન શોપના ઈકબાલ ચૌહાણ, અજમેરી ચિકન શોપના રફીક માંડલીયા, 47 મટન શોપના સલીમ એહમદ ચૌહાણ, કાથરોટીયા મટન શોપના ઉમર રહેમાન કાથરોટીયા, અબ્દુર સીતાર આબદાણી, નાઝનીન ફીશ શોપના યુસુફ જસરાયા અને શાકીર અબ્બાસને રૂ. 10-10 હજાર મળી કુલ રૂ. 70 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ મટન માર્કેટના 6 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચરોડી-વિરમગામ વચ્ચે પાણી ભરાતાં રાજકોટ ડિવિઝનની ટ્રેન સેવાઓ પ્રભાવિત અમદાવાદ-વિરમગામ રેલખંડ પર આવેલા ચરોડી અને વિરમગામ વચ્ચે ભારે વરસાદના કારણે પાટા પર પાણી ભરાતાં રેલ વ્યવહારને માઠી અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો રદ, આંશિક રદ તથા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ (24 જુલાઈ 2026) અને ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ (25 જુલાઈ 2026)ને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ (24 જુલાઈ 2026)ને ગાંધીગ્રામ સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરાશે, જેથી આ ટ્રેન ગાંધીગ્રામ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ સોમનાથ સુપરફાસ્ટ એક્સપ્રેસ (24 જુલાઈ 2026) સહિત અન્ય રૂટની સેવાઓ ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચલાવવાની વ્યવસ્થા કરી છે. રેલવે વિભાગે મુસાફરોને પોતાની યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજી-2, ભાદર-2 અને સુરવો ડેમ છલોછલ થતા 30 ગામોમાં એલર્ટ:શહેરમાં 6 વાગ્યા સુધી 3.5 ઇંચ, વીરપુર-જામકંડોરણામાં 8 ઇંચ; જેતપુર અને ગોંડલમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
    Next Article
    સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ સામે સઘન સર્વેલન્સ:ICMR પુડુચેરીની રાષ્ટ્રીય ટીમ દ્વારા પોશીના તાલુકાના દેમતી અને ગણેર ગામમાં ફિલ્ડ સર્વે, 104 સેન્ડ ફ્લાયના નમૂનાઓ એકત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment