Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ સામે સઘન સર્વેલન્સ:ICMR પુડુચેરીની રાષ્ટ્રીય ટીમ દ્વારા પોશીના તાલુકાના દેમતી અને ગણેર ગામમાં ફિલ્ડ સર્વે, 104 સેન્ડ ફ્લાયના નમૂનાઓ એકત્ર

    1 week ago

    સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અને સક્રિય સર્વેલન્સને વધુ અસરકારક બનાવવા માટે ICMR પુડુચેરીની રાષ્ટ્રીય કક્ષાની વિશેષ ટીમે પોશીના તાલુકાના દેમતી ગામ અને ગણેર વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરી હતી. વનબંધુ વિસ્તારના ગણેર ગામમાં ટીમે 7 મકાનોમાં સંશોધનાત્મક સર્વે હાથ ધરી કુલ 104 સેન્ડ ફ્લાય (Sand Fly)ના નમૂનાઓ એકત્ર કર્યા હતા. વૈજ્ઞાનિક અભ્યાસથી રોગ નિયંત્રણમાં મદદ મળશે એકત્ર કરાયેલા સેન્ડ ફ્લાયના નમૂનાઓ ચાંદીપુરા વાયરસના પ્રસાર અને વેક્ટર ડાયનામિક્સના વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે ઉપયોગી બનશે. આ અભ્યાસના આધારે વિસ્તારમાં સેન્ડ ફ્લાયનું ઘનત્વ, તેના પ્રજનન સ્થળો તેમજ માનવ સંક્રમણ વચ્ચેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે ભવિષ્યમાં વધુ અસરકારક રોગ નિયંત્રણની વ્યૂહરચના ઘડવામાં માર્ગદર્શક બનશે. સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે સંકલન કરી ICMR પુડુચેરીની ટીમે કામગીરી કરી ICMR પુડુચેરીની આ વિશેષ ટીમમાં પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ તરીકે કુન્તલ દે તેમજ મુનીશ અને દશરથદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. ટીમે સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે સંકલન કરીને સંશોધન અને સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરી હતી. આરોગ્ય વિભાગની સાવચેતી રાખવા અપીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, વેક્ટર નિયંત્રણ અને જનજાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. તેમણે નાગરિકોને ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, દિવાલોની તિરાડો અને છિદ્રો પૂરી દેવા, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવા તેમજ બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા અપીલ કરી છે. શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવાની સલાહ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિમાં તાવ, ઊલટી, માથાનો દુખાવો અથવા ચાંદીપુરા વાયરસને અનુરૂપ અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. સાથે જ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીને ચાંદીપુરા વાયરસ સામે સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા ચાંદીપુરા સામે એલર્ટ:મ્યુ. કમિશનરની આરોગ્ય વિભાગ સાથે બેઠક, ડસ્ટિંગ, ડોર-ટુ-ડોર સરવે અને ફોગિંગ ઝડપી બનાવવા આદેશ
    Next Article
    ભેળસેળીયા તત્વો સુધારવાનું નામ લેતા નથી:મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વધુ 92 પેઢીઓની તપાસ કરી 179 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment