Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના હાંસોટમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી:જાતે ટ્રેક્ટર ચલાવી કિમ નદીનું જળસ્તર વધતાં સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

    13 hours ago

    ભરૂચના હાંસોટ તાલુકામાં કિમ નદીનું જળસ્તર વધવાને કારણે આસરમા, ઓભા, પાંજરોલી અને કંટીયાળજાળ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક લોકો પાસેથી તેમની સ્થિતિ અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા અને પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. તેમણે ગામોમાં બોટ સહિતના તમામ જરૂરી બચાવ સાધનો તૈનાત રાખવા અને જરૂર પડ્યે NDRFની ટીમોને પણ તાત્કાલિક કામગીરીમાં જોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ એરિયામાં પાણી ભરાયા:પાણીનો નિકાલ થયા બાદ સ્થિતિમાં સુધારો થયો
    Next Article
    પોરબંદર જિલ્લા પંચાયતમાં રક્તદાન કેમ્પ યોજાયો:પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment