Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાષ્ટ્રીય વિજેતા દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન:સક્ષમ કાર્યકર્તા બેઠકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરોને બિરદાવાયા

    1 day ago

    પાટણમાં બહેર મૂંગા શાળાના સહયોગથી સમદ્રષ્ટિ, ક્ષમતાવિકાસ, એવમ્ અનુંસંધાન મંડળ (સક્ષમ) પાટણ જિલ્લા શાખા દ્વારા કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ ઘેમરભાઈ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સક્ષમના પાટણ જિલ્લા સચિવ રાજેન્દ્રસિંહ ઝાલાએ મંડળનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, "સક્ષમ" દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક રાષ્ટ્રીય સંગઠન છે. તેની સ્થાપના ૨૦ જૂન, ૨૦૦૮ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે કરવામાં આવી હતી. ઝાલાએ વધુમાં જણાવ્યું કે, સક્ષમ દ્વારા વર્ષ દરમિયાન સુરદાસ જયંતિ, રક્ષાબંધન ઉત્સવ, નેત્ર પખવાડિયું, વિશ્વ વિકલાંગ દિવસ, લૂઇ બ્રેઈલ જયંતિ, સક્ષમ સ્થાપના દિવસ જેવા કાર્યક્રમો તેમજ દિવ્યાંગો માટે વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓ પરિવાર કે સમાજ માટે બોજારૂપ નથી; જો તેમની યોગ્યતા અને ક્ષમતાને ઓળખીને વિકાસ કરવામાં આવે તો તેઓ સ્વાવલંબી બની શકે છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદા, શાળાના માનદમંત્રી દેવેન્દ્રભાઈ સાલવી અને વહીવટી અધિકારી ઉષાબેન બુચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સક્ષમ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સક્ષમ મહિલા સંયોજક વર્ષાબેન જોશી, શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ અને સક્ષમના કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલમાં વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં રેલી:મામલતદારને આવેદનપત્ર આપી પેપર લીક તપાસની માંગ
    Next Article
    પારડીની અવધ સોસાયટીમાં 15 ફૂટ જેટલા પાણી ભરાયા:બોટ દ્વારા લોકોનું રેસ્ક્યૂ, અંડરપાસમાં ટ્રેક્ટર બંધ થતાં 3 શ્રમિકો ફસાયા; હર્ષ સંઘવીએ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment