Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીની અવધ સોસાયટીમાં 15 ફૂટ જેટલા પાણી ભરાયા:બોટ દ્વારા લોકોનું રેસ્ક્યૂ, અંડરપાસમાં ટ્રેક્ટર બંધ થતાં 3 શ્રમિકો ફસાયા; હર્ષ સંઘવીએ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી

    1 day ago

    દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વલસાડ જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. ગતરોજ ઉમરગામમાં 28 કલાકમાં 43 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લામાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. પટેલ ફળિયામાં ગળા ડૂબ પાણી ભરાયાં વલસાડના ભાઠ્ઠી કરમબેલી ગામના પટેલ ફળિયામાં ગળા ડૂબ પાણી ભરાયાં હતાં. જેથી ઘર વખરીને ભારે નુકશાન થયું હતું. જેને પગલે લોકો કલાકો સુધી પાણીમાં ફસાયા હતા. વહીવટી તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિ ઓએ દરકાર ન લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વલસાડના છીપવાડ રેલવે અંડર પાસમાં ભરાયેલા પાણીમાં ટેક્ટર ફસાયું, ટ્રેક્ટર બંધ થઈ જતા 3 જેટલા શ્રમિકો ફસાયા ગેલેરીમાંથી લોકોને જોખમી રીતે ઉતારી બોટ મારફતે રેસ્ક્યૂ પારડીની અવધ સોસાયટીમાં 15 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. બિલ્ડિંગનો એક માળ સુધી પાણી પહોંચી ગયા હતા. પારડી પોલીસ સ્ટેશનના PI વાય.બી.ગોહિલ પણ ત્યા જ રહેતા હોય ફરજને પ્રાથમિકતા આપી પોતાના પરિવારને ઘરે જ મૂકીને બોટ બોલાવી પ્રથમ માળે ગેલેરીમાંથી લોકોને જોખમી રીતે ઉતારી બોટ મારફતે રેસ્ક્યૂ કર્યા હતા. PI વાય.બી.ગોહિલે દિવસ રાત પોલીસ સ્ટાફ સાથે મહેનત કરીને લગભગ 500 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરાવ્યાં હતા. કેટલીય સોસાયટીમાં ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા. ફરજ દરમિયાન પોતાના ફેમિલી પણ મુશ્કેલીમાં છે એ ભૂલીને તનતોડ મહેનત કરી પોલીસની ફરજ અને જવાબદારીને પ્રાથમિકતા આપી છે. આ તમામનું રેસ્ક્યૂ કર્યા બાદ પોતાના પરિવારનું રેસ્ક્યુ કરવા ગયા હતા. હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિત અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને ગુરૂવારના રોજ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ 1064 મી.મી. એટલે કે, 42.56 ઈંચ પડવા અંગે અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં ૨૫૬૬ મી.મી. એટલે કે, ૧૦૨.૬૪ ઈંચ પડવા અંગે માહિતી આપી હતી. ધોધમાર વરસાદની સાથે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં જિલ્લા વહીવટી તંત્રએ સફળતા મેળવતા નાયબ મુખ્યમંત્રી સંઘવીએ તંત્રની ટીમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ તબક્કે હર્ષ સંઘવીએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મોટી દુર્ઘટના કે પછી એક પણ મૃત્યુ વિના તમામ લોકોને સલામત રીતે સ્થળાંતર કરવાની અને રેસ્કયુ કરવાની પડકારજનક કામગીરી ટીમ વલસાડે સુપેરે નિભાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશે. સાફ સફાઈ માટે જરૂરી મેન પાવર અને જેસીબી તેમજ ટ્રક સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય પાલિકાને વધારાના હંગામી સ્ટાફ રોકી યુદ્ધના ધોરણે સફાઈ કરી ગંદકીના થર ઉલેચવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન ઉમરગામ વિસ્તારમાં પણ સાફ સફાઈ અંગે વિશેષ ભાર મુકયો હતો. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવામાં આવે અને જ્યાં અસરગ્રસ્ત વિસ્તાર વધુ હોય ત્યાં આરોગ્ય ચેકઅપ માટે કેમ્પ લગવવા માટે રણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે ઘર વખરીનો તમામ સામાન અને સડેલા અનાજનો જથ્થો સુવ્યવસ્થિ ઢબે નિકાલ કરવા માટે જણાવ્યું હતું. પાણી ઓસર્યા બાદ પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવવા માટે તંત્રને આદેશ કર્યા હતા. આ કામગીરીમાં કોઈ પણ દૂર ગામનો છેવાડાનો વ્યકિત સહાયથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરવામાં આવી છે તેમના દ્વારા વલસાડ જિલ્લો ઝડપભેર બેઠો થાય તેવી આશા ડે.સીએમે વ્યક્ત કરી હતી. પૂરની સ્થિતિમાં વેપારી તેમજ દુકાનદારોને જે નુકસાન થયું હોય તે અંગે વીમા કંપની સાથે બેઠક કરી વહેલી તકે લોકોના ક્લેઈમ મંજૂર થાય તેવા પ્રયાસ કરવા સૂચન કર્યુ હતું. આ મુલાકાત વેળા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, રેંજ આઈજી પ્રેમવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન અને ઔરંગા નદીની મુલાકાત લીધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારે વરસાદને કારણે ટ્રેનો રદ્દ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેઓ સાથે આત્મીયતા ભર્યો સંવાદ કર્યો હતો. આ સાથે જ સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કરતા સ્ટેશન માસ્ટરે મુંબઈ તરફની લાઈન ચાલુ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વલસાડ સ્ટેશન પર અટવાયેલા યાત્રીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ વલસાડના છીપવાડ અને ઔરંગા નદીના પુલ પર પહોંચી પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. પૂર બાદ વલસાડને ફરી ધબકતું કરવા સરકાર એક્શનમાં પૂરની વિકટ પરિસ્થિતિ બાદ વલસાડ જિલ્લામાં જનજીવનને ઝડપથી પૂર્વવત્ બનાવવા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા, વીજ પુરવઠાની પુનઃસ્થાપના, માર્ગોના સમારકામ, કેશ ડોલ સહાય અને નુકસાનીના સર્વે સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં બચાવ કામગીરી આજે વહેલી સવારે 5:30 વાગ્યા સુધી ચાલી હતી. હવે પાણી ઓસરતા સાફ-સફાઈ અને પુનઃસ્થાપનાના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શહેરી વિસ્તારોમાં એપાર્ટમેન્ટના બેઝમેન્ટ અને પાર્કિંગમાં ભરાયેલા પાણીનો નિકાલ તેમજ પાલિકા વિસ્તારોમાં વધારાના સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ફાળવણી કરવા તેમણે આદેશ આપ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી, સડેલું અનાજ અને કચરો દૂર કરવા માટે દરેક વિસ્તારમાં એક JCB અને ત્રણ ટ્રક સાથે વિશેષ ટીમો ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ વીમા કંપનીઓને વધારાની ટીમો તૈનાત કરી માનવતાના ધોરણે નુકસાનીનો સર્વે ઝડપથી પૂર્ણ કરી ક્લેમ મંજૂર કરવાની તાકીદ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ કલેક્ટર નીતિન સાંગવાનના નેતૃત્વમાં જિલ્લા તંત્ર, પોલીસ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ રાતભર લોકસેવામાં જોડાયેલા જનપ્રતિનિધિઓની કામગીરીને બિરદાવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ગામડાઓમાં પાણી ઉતરતા તૂટી પડેલા વીજ થાંભલા, વીજ તાર અને પાણીમાં ડૂબેલા ટ્રાન્સફોર્મરોનું યુદ્ધના ધોરણે સમારકામ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. તૂટેલા રસ્તાઓનું સર્વે પૂર્ણ કરી વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત્ કરાશે. ઉપરાંત કેશ ડોલ સહાય માટે આજ સાંજથી સર્વે શરૂ કરવામાં આવશે અને પ્રક્રિયા પૂર્ણ થતાં જ સહાય ચૂકવવામાં આવશે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યો ભરત પટેલ અને અરવિંદ પટેલ, જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન, વરિષ્ઠ સનદી અધિકારી આલોક પાંડે, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રાષ્ટ્રીય વિજેતા દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન:સક્ષમ કાર્યકર્તા બેઠકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરોને બિરદાવાયા
    Next Article
    Pooja Meri Jaan teaser: Huma Qureshi, Mrunal Thakur promise an unsettling courtroom drama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment