Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદથી વડોદરામાં બાજવા ગામ જળમગ્ન બન્યા:ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી, ગ્રામજનોએ કાયમી ઉકેલની કરી માંગ

    2 days ago

    વડોદરા નજીક આવેલા બાજવા ગામમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરો, દુકાનો અને રસ્તાઓ જળમગ્ન બન્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર સર્જાતી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે. વડોદરા નજીકના બાજવા ગામમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ઘરો, દુકાનો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ઘૂસી જવાથી સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા દરમિયાન બાજવા ગામમાં આવી જ સ્થિતિ સર્જાય છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી ઘરવખરી, વેપાર-ધંધા અને અન્ય કિંમતી સામાનને નુકસાન પહોંચે છે. અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોએ સરકાર અને સંબંધિત વિભાગોને અપીલ કરી છે કે બાજવા સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક અને કાયમી આયોજન કરવામાં આવે, જેથી દર વર્ષે લોકોને આર્થિક નુકસાન અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેક્ટર-કારની જબરી જુગલબંધી:નદીના ધસમસતા પ્રવાહમાંથી કારને ખેંચીને બહાર કાઢી લીધી
    Next Article
    ભારે વરસાદથી 4 જિલ્લામાં 11 રૂટ ડાયવર્ટ:વડોદરા રેન્જમાં પોલીસ એલર્ટ, 255 લોકોનું સ્થળાંતર, આઈજી સંદીપ સિંઘે નર્મદાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment